Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડા કે છૂટા પૈસાની ઝંઝટ થશે ખતમઃ
ગાંધીનગર તા. ર૪: ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. 'ડિજિટલ ગુજરાત'ના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત ૮પ૦૦ થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે.
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગત્ વર્ષે તા. રપ ઓક્ટોબર ર૦ર૩ ના સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ ૧૮પ૦ થી વધુ બસોમાં ૩૦૦૦ થી વધુ 'એન્ડ્રોઈડ ટિકિટ', 'સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીન' ફાળવવામાં આવ્યા છે. 'ડિજિટલ ગુજરાત' થકી ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપી ગુજરાત એસ.ટી.માં સરેરાશ ૧પ હજાર જેટલા મુસાફરો ડિજિટલ ટ્રાન્જેક્શનના માધ્યમથી એસ.ટી. નિગમને દૈનિક રૂ. ૧૩ લાખની આવક કરાવી રહ્યા છે. ક્યુઆર પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં ૩૭ લાખ કરતા વધુ મુસાફરોએ રૂ. ૩૦.પ૩ કરોડથી વધુની એસ.ટી.ને આવક કરાવી 'ડિજિટલ ટ્રાન્જેક્શન' પર ભરોસો મૂક્યો છે. જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા નાગરિકોને હવે મુસાફરી કરવામાં રોકડ કે છૂટા પૈસા પોતાની જોડે રાખવાની જરૂર રહેશે નહીં. નિગમે 'ડિજિટલ ઈન્ડિયા-ડિજિટલ ગુજરાત'ને પ્રોત્સાહન આપવા તેમજ રોકડ નાણાના વિકલ્પ રૂપે મુસાફરો બસની અંદર જ ટિકિટીંગ મશીનમાં ડાયનામિક ક્યુઆરના માધ્યમથી ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા ટિકિટ મેળવી શકે છે.
ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ચાર વિભાગના ૩૦૦૦ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં ક્યુઆર આધારિત યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મુસાફરો પોતાના ફોનથી યુપીઆઈ અથવા ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મારફતે પોતાની ટિકિટ લઈ શકે છે. જો કોઈ કારણસર મુસાફરનું ટ્રાન્જેક્શન રદ થાય તો માત્ર એક જ કલાકમાં મુસાફરોને તેમની રકમ પરત ડિજિટલ માધ્યમ થકી પોતાના બેંક એકાઉન્ટમાં પરત મળી જાય છે તેમ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial