Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નકલી નોટ બજારમાં ફરતી કરવાના કૌભાંડનો પર્દાફાશઃ
જામનગર તા.૨૪ : મહારાષ્ટ્રના પૂનામાંથી ત્રણેક દિવસ પહેલાં સ્થાનિક પોલીસે મૂળ જામનગરના એક શખ્સને રૂ.૫૦૦ની ૧૪૨ નકલી નોટ અને રૂ.૧૦૦ની ૬૧ નોટ સાથે પકડી પાડી નકલી નોટ બજારમાં ફરતી કરવાના કૌભાંડનો પર્ફાદાશ કર્યાે છે.
મહારાષ્ટ્રના પૂનામાં એક શખ્સ દ્વારા રૂ.પ૦૦ તથા રૂ.૧૦૦ના દરની નકલી નોટ ફરતી કરવામાં આવી રહી હોવાની બાતમી પરથી પૂનાના સમર્થ પોલીસ સ્ટેશનના સ્ટાફે કેટલાક સ્થળે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં એક શખ્સની અટકાયત કરી લેવાઈ હતી.
જામનગરના રહેવાસી એવા ગૌરવ રામપ્રતાપ નામના આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી રૂ.૫૦૦ના દરની ૧૪૨ અને રૂ.૧૦૦ના દરની ૬૧ નકલી નોટ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૭૭૨૦૦ ની કિંમતની નકલી નોટ કબજે કરી આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. નકલી નોટને બજારમાં ફરતી કરવાના આ કૌભાંડમાં ગૌરવની સાથે અન્ય કેટલા શખ્સોની સંંડોવણી છે? તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial