Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ ટીમ સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના
હૈદ્રાબાદ તા. ૨૪: હૈદ્રાબાદમાં એકટર અલ્લુ અર્જુનની પોલીસ પૂછપરછ કરવાની છે, ત્યારે તેના ઘર તથા પોલીસ સ્ટેશન પાસે ભીડ ઉમટી પડી છે.
હૈદ્રાબાદમાં સંધ્યા થિયેટરમાં નાસભાગના મામલે એકટર અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો છે. જયાં પોલીસ આજે તેની પૂછપરછ કરશે. એકટર પોતાની લીગલ ટીમ સાથે ચિકકડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો છે. જો કે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ તેના ઘર અને પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળે તે પહેલાં જ એકટરના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા-કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી. જણાવી દઈએ કે, હૈદ્રાબાદમાં ૪ ડિસેમ્બરે, સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ સાથે જ તેનો આઠ વર્ષનો બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો.
અલ્લુ અર્જુન પૂછપરછ માટે ચિકકડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના થઈ ગયો છે. એસીપી રમેશકુમાર અને સેન્ટ્રલ ઝોનના ડીસીપી નાસભાગ મામલે અલ્લુ અર્જુન સાથે પૂછપરછ કરશે. જણાવી દઈએ કે આ પહેલા અભિનેતા અર્જુને એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લોકોને કોઈપણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. વધતા વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારના અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ટાળે.
એકટરે પોતાના ચાહકોને પણ આદર અને સકારાત્મકતા જાળવવા વિનંતી કરી હતી. અલ્લુ અર્જુને પોતાના ફેન હોવાની આડમાં કાયદો હાથમાં ન લેવાની વાત કરી અને કડક ચેતવણી પણ આપી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial