Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ પહાડી નેશનલ હાઈ-વે બંધઃ મનોરમ્ય માહોલ સર્જાતા પર્યટકો ખુશઃ અટલ ટનલમાં ફસાયા ૧૦૦૦ વાહનો... ઠંડીનું મોજું
નવી દિલ્હી તા. ર૪: કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા ૩ હાઈ-વે અને ૧૭૪ પહાડી માર્ગો બંધ કરવા પડ્યા છે, જો કે પહાડોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દૃશ્યો સર્જાતા પર્યટકોને મજા પડી ગઈ છે.
કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ખીણો બરફમાં લપેટાઈ ગઈ છે. મનાલી, કુલ્લુ, રોહતાંગ અને ઘણા અન્ય વિસ્તારોમાં થયેલી ભારે બરફવર્ષાએ સંકટને તો વધારી દીધું, પરંતુ પર્યટકોની ભીડ વધી ગઈ છે. કાલે આ હિમવર્ષાના કારણે મનાલી-કેલાંગ માર્ગ પર વાહનોની અવરજવર અસ્થાયી રીતે રોકવી પડી હતી. અટલ ટનલના રસ્તા પર તો લગભગ ૧૦૦૦ ગાડીઓ ફસાઈ ગઈ, જો કે તંત્રએ રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગત્ ર૪ કલાકમાં ૧૭૪ સ્ટેટ અને ૩ નેશનલ હાઈ-વે બંધ કરવામાં આવ્યા છે. વીજળી અને પાણીના પણ અમુક જિલ્લાના ડિવિઝનલ એરિયાના કનેક્શન કાપવામાં આવ્યા છે, જ્યારે ૬ જિલામાં ૬૮૩ સ્થળે વીજળી પ્રતિબંધિત છે. બદલાયેલા હવામાન અને હિમવર્ષાના કારણે જન સેવાઓ પ્રતિબંધિત છે. આપત્તિ માહિતી વિભાગે જિલ્લા અનુસાર રિપોર્ટ જાહેર કર્યો છે. સહેલાણીઓ માટે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં પણ થવા લાગી છે. રાજ્યના ઘણાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જો કે હિમાચલની તુલનામાં હજુ અહીં હિમવર્ષા ઓછી છે. તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. હિમવર્ષાના કારણે ત્યાં ચાલી રહેલું પુનઃનિર્માણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. કેદારનાથ ધામમાં કાલથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધી એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે ક્રિસમસ અને ન્યુયર પર વધુ ઠંડી રહી શકે છે.
ઉત્તરાખંડના ફેમસ પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે. ઔલીની ખીણોમાં તસ્વીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃક્ષ, છોડ, મકાન, રસ્તા બધું જ અહીં બરફના ખોળામાં જોવા મળી રહ્યા છે.તે પછી ઔલીનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. જેની રાહ પર્યટકોને અને સ્થાનિક હોટલ વેપારીઓને લાંબા સમયથી હતી. તે હવે અહીં જોવા મળી રહ્યો છે. અડધો ફૂટ બરફની મોટી ચાદરની નીચે ઔલીની ખીણ ચારેબાજુ સફેદ જોવા મળી રહી છે, જો કે ક્રિસમસના સમયે વિકેન્ડના કારણે મોટી સંખ્યામાં પર્યટક ઉત્તરાખંડના ઔલી આવી રહ્યા છે. દરમિયાન તેમના માટે આ હિમવર્ષા કોઈ ભેટથી ઓછી નથી કેમ કે હવે ઔલીની ખીણ બરફથી ઢંકાઈ ગઈ છે. પર્યટકોને મજા પડી ગઈ છે. તમામ પહાડી વિસ્તારોમાં સહેલાણીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં પણ હવાામન ખૂબ બદલાઈ ગયું છે. ત્યો પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. કાલે પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણાં અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું એલર્ટ છે. અત્યારે કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું છે. શ્રીનગરમાં રવિવારની રાત્રે માનઈસ ૩.૬ ડીગ્રી તાપમાન નોંધાયું. ફેમસ ડલ સરોવર ઘટતા પારાના કારણે જામવા લાગ્યું છે. પહેલગામમાં માઈનસ પ ડીગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગ અનુસાર બુધવાર સુધી તાપમાન ઝટકો આપવાનું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial