Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરોડોના ખર્ચે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, આરામદાયક બેઠક વ્યવસ્થા સહિત રિનોવેશન પછી જામનગરના
જામનગર શહેરની મધ્યમાં આવેલ ટાઉન હોલના રીનોવેશન પછી ગઈકાલે એક નાટકની પ્રસ્તુતી સાથે શરૂ કરાયેલ ટાઉન હોલને સાંસદના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હવે અદ્યતન ટાઉન હોલની લોકોને સેવા મળી રહેશે. જામનગર મહાનગર પાલિકા સંચાલિત ટાઉનહોલને કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેટ કરવામાં આવ્યો છે. તેમાં અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, આરામદાયક ખુરશી, સહિત અનેક રંગમચની જરૂરિયાતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ ટાઉન હોલનું કામ પૂર્ણ થતા ગત રાત્રે એકાંકી નાટકની પ્રસ્તુતી સાથે ટાઉન હોલ ખુલ્લો મુકાયો હતો. આ પહેલા એક સાદા સમારંભમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે રીબીન કાપી ટાઉન હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ સાથે મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કમિશનર ડી.એન. મોદી, સિટી ઈજનેર ભાવેશ જાની ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા અને મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠીયા, મુકેશભાઈ માતંગ, પાર્થભાઈ જેઠવા, ડિમ્પલબેન રાવલ, પ્રભાબેન ગોરેચા, કુસુમબેન, પ્રવિણાબેન વિગેરે જોડાયા હતાં. આ ઉપરાંત તમામ ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ એકાંકી નાટકની મોજ માણી હતી. હવે અનેક કાર્યક્રમોનું ટાઉન હોલમાં આયોજન થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial