Advertisement
Author: નોબત સમાચાર

લસણનો ભાવ ૪૦ માંથી ૪૦૦ થયો, તો પણ સરકાર કુંભકર્ણની જેમ ઊંઘે છે

મોંઘવારીના મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ

નવી દિલ્હી તા. ર૪: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોંઘવારી મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે દિલ્હીના ગિરીનગરની સામે હનુમાન મંદિરના શાકમાર્કેટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા તેમણે કહ્યું છે કે, લસણનો ભાવ એક સમયે રૂ. ૪૦ હતો, જે આજે રૂ. ૪૦૦ પ્રતિ કિગ્રા છે. વધતી મોંઘવારીએ સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકર્ણની માફક ઊંઘે છે!

રાહુલ ગાંધી છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં મોંઘવારીના પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ શાકમાર્કેટમાં જુદી-જુદી શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી સાથે અમુક મહિલાઓ પણ છે. આ દરમિયાન એક મહિલા કટાક્ષ કરે છે કે દેશમાં સોનું સસ્તુ હશે, પરંતુ લસણ નહીં.

આ વીડિયોમાં એક મહિલા કહેતી સંભળાય છે કે, એક સમયે બીટ રૂ. ૩૦-૪૦ પ્રતિ કિગ્રાના ભાવે મળતું હતું, જે આજે ૬૦ રૂપિયે કિલો મળે છે. વટાણા પણ ૧ર૦ રૂપિયે કિલો થયા છે. રાહુલ ગાંધીને મહિલાઓ ફરિયાદ કરે છે કે મોંઘવારી દર વર્ષે વધી રહી છે જેનાથી આર્થિક ખેંચ પડી રહી છે. જીએસટીના લીધે ઘણી ચીજોના ભાવ પણ વધ્યા છે.

હકીકતે દિલ્હીમાં ફેબ્રુઆરી ર૦રપ માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ કારણસર રાહુલ ગાંધી સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ સહિતના નેતાઓએ આંબેડકર મુદ્દે પણ સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.

વિપક્ષી નેતાઓએ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યાનો આરોપ લગાવી સરકાર વિરૂદ્ધ આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન મરાઠાવાડામાં પરમણી શહેર નજીક સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની પ્રતિમાને નુક્સાન પહોંચાડવા બદલ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પછી ધરપકડ કરાયેલા સોમનાથ સૂર્યવંશીની કસ્ટડીમાં જ હત્યાનો આરોપ પોલીસ પર લાગ્યો છે. રાહુલ ગાંધીએ આ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લીધી હતી. તેના પરિવારજનોએ પોલીસ પર આરોપ મૂક્યો હતો કે તે દલિત હોવાથી પોલીસે તેની કસ્ટડીમાં જ હત્યા કરી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh