Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક અગ્રણીઓ તથા સરકારના પ્રયાસોથી
જામનગર તા. ૨૪: સ્થાનિક અગ્રણીઓ તથા રાજય સરકાર દ્વારા જામજોધપુર તાલુકામાં વિવિધ રોડ અને રસ્તાના કામો માટે રૂ. ૯.૪૫ કરોડની માતબર રકમ મંજૂર થયા છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં અલગ-અલગ જર્જરીત થયેલા કોઝ-વે અંગે રાજય સરકારમાં રજૂઆત કરતાં માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કોઝ-વેના સ્થાને માઈનોર બ્રીજ અને સ્લેબ ડ્રેઈન માટે ૯.૪૫ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. જેમાં ઘેલડા રબારીકા મોટાવડીયા વસંતપુર ટુ જોઈન્ટ સ્ટેટ હાઈ-વે પર અલગ-અલગ જર્જરીત કોઝ-વે ને માઈનોર બ્રીજ બનાવવા માટે ૩.૮૫ કરોડ, વનાણા વેણુ ડેમ ટુ જોઈન્ટ સ્ટેટ હાઈવે પર આવેલ જર્જરીત કોઝ-વે ને સ્લેબ ડ્રેઈનથી કવર કરવા માટે ૨.૨૦ કરોડ, જામ-આંબરડી થી વી.આર. રોડ પરના કોઝ-વે પર ૭૦ લાખ, અમરાપર પ્રાસલા રોડ પર જર્જરીત કોઝ-વે ને માઈનોર બ્રીજ માટે ૨.૮૦ કરોડ મળી કુલ ૯.૪૫ કરોડની માતબર રકમનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, પૂર્વ મંત્રી આર. સી. ફળદુ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓએ સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે કે - ઉપરોકત કોઝ-વેનું નવીનીકરણ થતાં સ્થાનિકોને આવગમનમાં વધુ સુગમતા વર્તાશે તેમ મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial