Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં લેન્ડિંગ કરાયેલા ડ્રગ્સના પૈસા લશ્કર-એ-તોયબા સુધી પહોંચ્યા?

એનઆઈએએ તપાસમાં કર્યાે ઘટસ્ફોટઃ

નવી દિલ્હી તા. ૨૪: સલાયામાં છ વર્ષ પહેલાં એટીએસની ટીમે પાંચ કિલો હેરોઈનનો જથ્થો કબજે કર્યાે હતો. તેમાં ઝડપાયેલા સાત શખ્સની પૂછપરછમાં અગાઉ ૪૦૦ કિલો ડ્રગ્સના બે વખત જથ્થા આવ્યા હોવાની વિગતો ખૂલી હતી. આ કેસની તપાસમાં રહેલી એનઆઈએએ તે ડ્રગ્સના પૈસા લશ્કર-એ-તોયબા સુધી પહોંચ્યા હોવાની વિગતો પ્રકાશમાં આણી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં વર્ષ ૨૦૧૮માં ગુજરાત એટીએસે પાંચ કિલો હેરોઈન કબજે કર્યું હતું. તેની તપાસમાં એટીએસે પાકિસ્તાન દેશની સંડોવણી ખોલવા ઉપરાંત સાત શખ્સની ધરપકડ કરી હતી.

આ શખ્સોની પૂછપરછમાં અગાઉ પણ ૪૦૦ કિલો ડ્રગ્સ બે વખત લાવવામાં આવ્યું હોવાની કબૂલાત મળી હતી. તે ડ્રગ્સ સપ્લાય કરતા પહેલાં દિવસો સુધી જમીનમાં દાટી રાખવામાં આવ્યું હોવાની વિગતો પણ બહાર આવી હતી. આ ડ્રગ્સ રેકેટનું ષડયંત્ર ઈટલી તથા ઓસ્ટ્રેલિયામાં રહેતા બે શખ્સે ઘડ્યું હોવાનું અને પાક.ના હાજીસાહેબ નામના શખ્સે ડ્રગ્સની સપ્લાય કર્યાનું ખૂલ્યું હતું.

તપાસમાં એનઆઈએએ ઝંપલાવ્યા પછી પાકિસ્તાનના પસની પોર્ટ પરથી તે શખ્સ માછીમારી બોટમાં મુકવામાં આવ્યો હોવાનંુ અને તે બોટ ભારતીય જળસીમામાં ચઢી આવ્યા પછી સલાયાની અલ સોહેલી બોટમાં ટ્રાન્સફર થયાનું અને તે બોટ સલાયા પહોંચ્યા પછી ડ્રગ્સ સલાયામાં થોડા દિવસ સુધી જમીનમાં દાટી રાખી બે ખેપમાં ઉંઝા થઈ ઉત્તર ભારતમાં લઈ જવાયાની વિગતો પ્રકાશમાં આવી હતી. અગાઉ ડિલિવર થયેલા ડ્રગ્સમાંથી રકમ ઉપજ્યા પછી તેનો ઉપયોગ લશ્કર-એ-તોયબા દ્વારા ઉપયોગમાં લેવાયાની વિગતો પણ બહાર આવી હતી. પંજાબની સ્પે. ટ્રાન્કફોર્સે ઝંપલાવી આઠેક શખ્સની ધરપકડ કરી ડ્રગ્સ ઝબ્બે લીધુ હતું. તે પછી વર્ષ ૨૦૨૦માં તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. લશ્કર એ તોયબાએ ડ્રગ્સમાંથી મળેલી રૂપિયા એકાદ કરોડની રકમ મેળવી હોવાનું અને ઈટલીના સીમરનજીતસિંગ સંધુ અને ઓસ્ટ્રેલિયાના તન્વીર બેદીના નામ સપાટી પર આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh