Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. રપ થી ર૯ ડિસેમ્બર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશેઃ રૂ. ૪૦૦ કરોડના ખર્ચે વિકાસની કેડી કંડારાશે
રાજકોટ તા. ર૪: કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસરમા આગામી તા. રપ થી ર૯ ડિસેમ્બર-ર૦ર૪ દરમિયાન જગત જનની ઉમિયાના પ્રાગટ્યના ૧રપ વર્ષ નિમિત્તે પ દિવસીય પ્રાગટ્ય ઉત્સવ શ્રી ૧। શતાબ્દિ મહોત્સવ યોજાનાર છે. મા ઉમિયાની ભક્તિ થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે અનેકવિધ આકર્ષણો મહોત્સવમાં જોવા મળશે.
ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલશભાઈ ઉકાણી, સમૃદ્ધિ યોજનાના ચેરમેન બી.એચ. ઘોડાસરા, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા સહિતના હોદ્દેદારોએ જણાવ્યું છે. કે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રાછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિક્ષણ અને પરિશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. કરોડોના સામાજિક, શૈક્ષણિક વિકાસકાર્યોના સંકલ્પ સાથે મહોત્સવના મંગલાચરણ થશે.
આગામી દિવસોમાં રાજકોટના ઈશ્વરીયામાં ૧પ૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે ૩ર વિઘા જગ્યામાં સ્કૂલ, ગર્લ્સ-બોયસ હોસ્ટેલ, લાયબ્રેરી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સહિતની સુવિધા ધરાવતું 'શ્રી ઉમા શૈક્ષણિક સંકુલ' રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસરના સામાંકાઠે ૩૦ વિઘા જગ્યામાં યાત્રિકો માટે અતિથિગૃહ, મલ્ટીપર્પઝ હોલ, પાર્ટ પ્લોટ, ગાર્ડન, પાટીદાર અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિ મંદિર, રીવરફ્રન્ટ રૂ. રપ કરોડના ખર્ચે નિર્માણ થશે.
તા. રપ થી ર૯ ડિસેમ્બર દરમિયાન સિદસર શ્રી સવા શતાબ્દિ મહોત્સવના પ્રારંભે ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મુખ્ય મહેમાન તરીકે જામનગરના પ્રભારી કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે. શ્રી ૧। શતાબ્દિ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિવિશેષ તરીકે મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા, પુનિતભાઈ ચોવટીયા, સરદારધામના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ ચિમનભાઈ શાપરીયા, ઉપપ્રમુખ મહોત્સવના સહયજમાન ભૂપેશભાઈ ગોવાણી, કલ્પેશભાઈ માકાસણા, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઈ પાણ, રાજેશભાઈ ભાલોડિયા - ગેલેક્સી ગ્રુપ - રાજકોટ, નિતીનભાઈ કણસાગરા ફિલ્ડમાર્શલ ગ્રુપ, બળવંતભાઈ મણવર પૂર્વ મંત્રી - ડુમીયાણી, હરીભાઈ પટેલલ પૂર્વસાંસદ રાજકોટ, પૂનમબેન માડમ - સાંસદ-જામનગર, કાંતિભાઈ અમૃતિયા ધારાસભય મોરબી, દુર્લભજીભાઈ દેથરીયા - ધારાસભય ટંકારા, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય ધ્રાંગધ્રા, મોહનભાઈ વાછાણી-પૂર્વ ઉપપ્રમુખ જામજોધપુર, રમણીકભાઈ ભાલોડીયા, પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ, ગટોરભાઈ હરિપરા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભૂપતભાઈ ભાયાણી, ખજાનચી ધોરાજી, મોહનભાઈ કુંડારીયા પૂર્વ મંત્રી - મોરબી, સૌરભભાઈ પટેલ - પૂર્વ મંત્રી - અમદાવાદ, જ્યંતીભાઈ કાલરીયા-પૂર્વ મંત્રી રાજકોટ, જયંતીભાઈ કવાડીયા-પૂર્વમંત્રી મોરબી, બ્રિજેશભાઈ મેરજા પૂર્વમંત્રી - ગાંધીનગર, મહેન્દ્રભાઈ પાડલીયા ધારાસભ્ય ધોરાજી, સંજયભાઈ કોરડીયા, ધારાસભય જૂનાગઢ, અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય માણાવદર ઉપસ્થિત રહેશે.
શ્રી સવા શતાબ્દિ મહોત્સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યુવા સંમેલન યોજાશે. જેના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે. યુવા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડના યુવાનોને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. આ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે આઈઆઈટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં જેઈઈ ગર્લ્સમાં પ્રથમ દ્રિજા ધર્મેશ પટેલ, હર્ષિત કાવર, ચિરાગ પાણ, ચિંતન સીતાપરા, રીચી કોટડીયા, ભાવેશ વરમોરા, નિધેય પાણ, મનોજ વરમોરા, દિપક ઢોલ, અંકુર ભાલોડીયા, ચિંતન ભાલોડીયા, જય ઉકાણી, હાર્દિક વરમોરા, રીમલ કટારીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેશ ઘેટીાય, લવ ઉકાણી, સમીર હાંસલીયા, અમર ભાલોડીયા, મિત ઘરસંડીયા, વિરલ ઠોરીયા, રીષી કણસાગરા, રાહુલ ગોવાણી, જયેશ કૈલા, જીત સાપરીયા,, આદિત્ય પટેલ, દિપક લાકીયા, જયસુખ લિખીયા, ડો. મેહુલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સારપીયા, ધવલ હરિપરા, જયેશ જાવીયા, લખન ફળદુ, તમન્ના ઝાલોડીયા, જાનકી પટેલ, વિરલ માકડીયા, અંકિત માણાવદરીયા, રાધા ઉકાણી, ક્રિષ્ના રાણીપા ઉપસ્થિત રહેશે. તેમ શ્રી સવા શતાબ્દિ મહોત્સવની પ્રેસ મીડિયા સમિતિના અધ્યક્ષ રમેશભાઈ ઘોડાસરા તથા મંત્રી રજની ગોલની યાદીમાં જણાવાયું છે.
શ્રી સવા શતાબ્દિ મહોત્સવની વિવિધ પ્રવૃત્તિઓમાં સંસ્કાર ઘડતરને પણ પ્રાધાન્ય અપાયું છે. મહોત્સવમાં ર હજાર ચોરસ ફૂટ જગ્યામાં રાજયકક્ષાના એક ભવ્ય પુસ્તક મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં ગુજરાતના તમામ આગેવાન પુસ્તક પ્રકાશકોના ચૂંટેલા પુસ્તકોનું વિશાળ જથ્થામાં પ્રદર્શિત થશે અને તેનું પડતર કિંમતે વેંચાણ થશે. ૪૦% થી પ૦% વળતરે આ પુસ્તકો આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial