Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરાજીમાં ૧૦૬ લોકો જોડાતા રેકોર્ડબ્રેક બે કરોડથી વધુની ડિપોઝિટ જમા થઈઃ
ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા પાલિકા શોપીંગ સેન્ટરની ૧૧ દુકાનોની જાહેર હરાજી સોમવારે થશે. આ હરાજીના કારણે પાલિકાને પાંચેક કરોડની આવક થવાનો અંદાજ છે.
ખંભાળિયા નગરપાલિકાની આર્થિક સ્થિતિ તળિયા ઝાટક હોય, પગાર ના ચૂકવ્યાનો ત્રીજો મહિનો રોજમદાર ફીક્સ પગારવાળા કાયમી તથા પેન્શનરોનો ચાલે છે ત્યારે પાલિકાને આવક ઊભી કરવા શોપીંગ સેન્ટરની બાર દુકાનોની હરાજી સોમવાર તા. ર૭/૧ ના યોજાનાર છે. જેમાં પાલિકાને પાંચેક કરોડની આવકની સંભાવના છે.
ખંભાળિયા પાલિકાની બાર દુકાનો જેની જાહેર હરાજીથી વેચાણ કરવાનું છે તે દુકાનોની અપસેટ પ્રાઈઝ સાડાપંદર લાખ નક્કી કરાય છે અને જોધપુર ગેઈટ જેવા ક્રીમ વેપારી એરિયામા આવેલ આ શોપીંગ સેન્ટરની સામેના ભાગમાં દુકાનોના ભાવ પ૦/પપ લાખ જેવા ગણાતા હોય, આ દુકાનો લેવા માટે ૧રર વ્યક્તિઓએ એક એક હજાર આપીને હરાજીની બુકલેટો લીધી હતી જેમાંથી બે લાખ રૂપિયા ડિપોઝિટ હરાજીમાં ભાગ લેવા માટે ૧૦૬ વ્યક્તિઓએ ભરતા બે કરોડ બાર લાખની ડિપોઝિટ પાલિકા તિજોરીમાં જમા થઈ હતી. દુકાનોનો એરિયા ખૂબ જ મહત્ત્વનો હોય, જાહેર હરાજીમાં ૧૧૬ લોકો ભાગ લેતા હરાજી ઊંચી બોલીની થાય તથા પાલિકાને પાંચેક કરોડ રૂપિયાની આવક થવાનું અનુમાન થાય છે.
પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર રાહુલ કરમુર, ઈજનેર એન.આર. નંદાણિયા દ્વારા સમગ્ર આયોજન હાથ ધરાયું છે. અગાઉ ખંભાળિયા પાલિકા દ્વારા જોધપુર ગેઈટ તથા ચાર રસ્તા પાસે દુકાનોની હરાજી થયેલ પણ તે પાઘડી ભાડાવાળી હતી જ્યારે આ વખે વેંચાણ હક્કથી આપવામાં આવનાર છે. જેથી પણ ખરીદદારોને તો એક નંબરની રકમથી જ આ વેંચાણ થવાનું હોય અનેક ખેડૂતોએ પણ આમાં ઝંપલાવ્યું છે.
ઉલ્લેખનિય છે કે આ શોપીંગ સેન્ટર ૧૮ વર્ષની પહેલા બનાવાયું હતું, પણ તે જમીન શ્રી સરકારની હોય, વર્ષોથી ધૂળ ખાતું રહ્યું હતું તે અંગે અગાઉ પાલિકા-કારોબારી ચેરમેન રહી ગયેલા હિનાબેન આચાર્યએ દોઢ વર્ષ જહેમત ઊઠાવીને શ્રી સરકારમાંથી પાલિકા ખંભાળિયાની મિલકત કરાવવા કાયદાકીય પ્રક્રિયા કરતા પાલિકાને પાંચેક કરોડની આવકની સ્થિતિ ઊભી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial