Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીમાં વાહન ચાલકે વીજપોલને ટકકર મારતા સર્જાયેલા અંધારપટનું જવાબદાર કોણ?

ધીમી ગતિએ ચાલતા રોડના કામનું પરિણામઃ

સુરજકરાડી તા. ૨૫: સુરજકરાડીમાં હાલ ધીમી ગતિએ ચાલતા રોડના કામના કારણે ફરી એક વખત એક વાહન ચાલક દ્વારા વીજપોલને ટકકર મારતા સુરજકરાડીમાં અંધારપટ સર્જાયો હતો.

આ વિસ્તારમાં વારંવાર બનતા બનાવના કારણે થતી નુકસાની અને પરેશાની માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે. દ્વારકા તાલુકાના સુરજકરાડીમાં રોડનું કામ છેલ્લા ઘણાં સમયથી ગોકળગાયની ગતિએ ચાલતું કામ ઘણું બધું સૂચવી રહ્યું છે. આ કામ છેલ્લા કેટલાક સમયથી ચાલતું હોવાના કારણે વેપારીઓ સ્થાનિકો અને આમ પ્રજાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં પણ કોઈપણ સરકારી બાબુઓના પેટના પાણી હલતા નથી અને આ રોડના કામોના કારણે અનેક અકસ્માતો થયા છે જેમાં મૃત્યુ પણ થયા છે અને હાલ દરરોજ નાના-મોટા અકસ્માતો ચાલુ જ છે તો શું સરકાર આ રોડ માટે વહેલી તકે કંઈ પગલાં લેશે ? ઝડપથી આ કામ પૂરૃં કરાવી અને આમ પ્રજાને તેમાંથી આ મુશ્કેલીમાંથી છુટકારો અપાવશે કે નહીં તે હવે આવનારો સમય બતાવશે. ભારત હાઈવે રોડ બનાવવા માટે અગ્રેસર બન્યુ છે, ત્યારે આ વિસ્તારમાં આ સ્થિતિ શા માટે ? તેવા પ્રશ્નો પણ પૂછાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh