Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખગોળપ્રેમીઓની વચ્ચે પ્લેનેટ પરેડ નિદર્શન

જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, એસપીના પરિવાર, ડે. મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં

જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે તારીખ ર૪ જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૧ર વાગ્યા સુધી પાંચ કલાકના સમયગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ ખગોળ મંડળ-જામનગર તથા એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ નિદર્શનના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખગોળપ્રેમીઓ ઉમટી પડ્યા હતાં, તેમજ જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતાં.

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ૭૮-વિધાનસભા વિસતારના ધારાસભ્ય રિવાબા જાડેજા તેમજ ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા ઉપસ્થિત રહી શક્યા ન હતાં, પરંતુ તેઓએ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે ખગોળપ્રેમી જનતાને શુભકામનાઓ પાઠવી હતી.

આ નિદર્શનના કાર્યક્રમમાં જામનગરના જિલ્લા કલેક્ટર ભાવિનકુમાર પંડ્યા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતાં, અને પ્લેનેટ પરેડનું ટેલિસ્કોપથી નિરીક્ષણ કરીને અભિભૂત થયા હતાં. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલના પરિવાર, અધિક કલેક્ટર બી.એન. ખેર, શહેર વિભાગના પ્રાંત અધિકારી પી.બી. પરમાર, ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર હષિત સોઢા વિગેરે પરિવાર સાથે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં, સમગ્ર ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતાં, અને પ્લેનેટ નિદર્શનનો કાર્યક્રમ ટેલિસ્કોપના માધ્યમથી નિહાળ્યો હતો.

જામનગરના ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ અને કિરીટભાઈ વ્યાસ તેમજ એમ.ડી. મહેતા, સાયન્સ સેન્ટર ધ્રોળના સુધાબેન ખંઢેરિયાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા, રવિ ગજ્જર, પંકજ ડાંગર, સદામભાઈ તારેજા અને નદીમભાઈ તારેજા વગેરેની ટીમ દ્વારા જુદા જુદા પાંચ ટેલિસ્કોપ ગોઠવીને પ્લેનેટ નીદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં ખગોળપ્રેમીઓએ સાંજે ૭ વાગ્યાથી લઈને રાત્રિના ૧ર વાગ્યા સુધી પ્લેનેટ પરેડની ખગોળીય ઘટના નિહાળી હતી જેમાં ખાસ કરીને બાળકોનો ઉત્સાવ વધારે જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ નાના ભૂલકાઓ સહિતના ખગોળપ્રેમી નગરજનોએ મોડી રાત્રિ સુધી લાંબી લાંબી કતાર લગાવી હતી અને પ્લેનેટ પરેડનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh