Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાજુમાં આવેલા નેસડાની યુવતી અને ઢેબરનો યુવાન છ મહિનાથી હતા લાપત્તાઃ
જામનગર તા.૨૫ : ભાણવડના બરડા ડુંગરના જંગલમાંથી ગુરૂવારે મળી આવેલા બે માનવ કંકાલની ઓળખ થવા પામી છે. નજીકમાં આવેલા નેસડામાં રહેતી યુવતી અને ઢેબર ગામનો યુવક છએક મહિના પહેલાં લાપત્તા બન્યા પછી આ બંને વ્યક્તિએ જ ગળાફાંસો ખાઈ લીધાનું ખૂલ્યું છે. પ્રેમસંબંધમાં બંધાયેલા આ યુગલે લગ્ન નહીં થઈ શકે તેમ માની ઘર મૂક્યા પછી જંગલના ઉંડાણમાં જઈ આંબલીના ઝાડમાં ગળાફાસો ખાઈ લીધાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.
દેવભૂમિ દ્વારકા નજીકના ભાણવડ નજીકના બરડા ડુંગર માં કિલેશ્વર મંદિરથી આગળ ગીચ જંગલમાં આંબલીના એક ઝાડમાં લટકતા બે માનવ કંકાલ જોવા મળતા ગુરૂવારે સાંજે વન વિભાગની જાણ પરથી પોલીસ ટીમ દોડી હતી. પોલીસે તે ઝાડ પરથી સફેદ રંગની સુતરની દોરીમાં લટકતા બે હાડપિંજર નીચે ઉતારી પીએમ માટે ખસેડ્યા હતા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી.
કેટલાક મહિનાઓ પહેલાં બે વ્યક્તિએ એક સાથે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન કરી પોલીસે ગુમનોંધ ચકાસવાનું શરૂ કર્યું હતું. બંને મૃતદેહ પરના માંસ તથા ચામડી સુકાઈ ગયા હતા અને માત્ર હાડકા જ દેખાતા હતા પરંંતુ હાડકાના બંધારણ તથા તેના પર રહેલા વસ્ત્રોથી બંને હાડપિંજર સ્ત્રી તથા પુરૂષના હોવાનું માનવામાં આવી રહ્યું હતું. એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિએ તપાસ આગળ ધપાવતા ત્યાંથી એક માદળીયુ (તાવીજ) તથા એક મોબાઈલ પણ મળ્યો હતો. તેના પરથી નજીકમાં આવેલા એક નેસડામાં વસવાટ કરતા યુવક-યુવતી ગુમ થયા પછી તેમના જ આ હાડપિંજર હોવાનું ખૂલ્યું છે.
ડીવાયએસપી પ્રજાપતિ તેમજ પીએસઆઈ મારૂની સાથે એલસીબી, એસઓજીનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો. જે સ્થળે બંને વ્યક્તિએ ગળાફાંસો ખાધો હતો ત્યાં નીચે ઝરણું વહે છે ત્યાં અંબોડો તથા તાવીજ મળતા પોલીસ નજીકમાં આવેલા નેસડા પાસે પહોંચી હતી. જ્યાંથી મંજુબેન ભીખાભાઈ ચાવડા નામના ઓગણીસ વર્ષના યુવતી કેટલાક સમય પહેલાં ગુમ થયાનું જાણવા મળ્યું હતું અને તેમના કુટુંબીજનોએ વસ્ત્ર તથા તાવીજ પરથી એક મૃતદેહ મંજુબેનનો હોવાનું જણાવ્યું હતું અને બીજુ હાડપિંજર ભાણવડ ના ઢેબર ગામના કરશનભાઈ ભીખાભાઈ ફગાસનું હોવાનું પણ ખૂલ્યું છે.
બંને યુવક-યુવતીના પરિવારનો સંપર્ક કરતા તેઓ પ્રેમમાં ગળાડૂબ હોવાનું અને લગ્ન નહીં થઈ શકે તેમ લાગતા જંગલમાં ઉંડે જઈ બંનેએ આત્મહત્યા કરી લીધાનું હાલમાં ખૂલ્યું છે.
એફએસએલની ટૂકડી પણ આવી પહોંચી હતી. તેના સ્ટાફે મેડિકલ ટીમ સાથે મળી ડીએનએ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવક તથા યુવતી અંદાજે ગયા જુન મહિનામાં એટલે કે છએક મહિના પહેલાં લાપત્તા બન્યા હતા. તેની જે તે વખતે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. તે પછી છ મહિના સુધી બંનેના દેહ ઝાડની ડાળીમાં દોરડા પર લટકતા રહ્યા હતા અને હાડપિંજર થઈ ગયા હતા. જ્યારે કેટલાક હાડકા તૂટી પણ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial