Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ ઠંડીનો ચમકારો રહેશેઃ ૨૬ જાન્યુઆરી પછી ઠંડીનુ જોર વધશે
અમદાવાદ તા. ૨૫: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ પડવાની આગાહી કરી છે ,જેમા જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો પંચમહાલમાં વરસાદી છાંટા પડવાની શક્યતા સેવાઈ રહી છે.
અંબાલાલ પટેલની આગાહી છે કે મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે,ફેબ્રુઆરી બાદ ધીમેધીમે ઉનાળાની શરૂઆત થશે અને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે અને ૧૯ ફેબ્રુઆરીથી ગરમી વધવાની શકયતા રહેલી છે.
ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ૨૭ જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે સાથે સાથે સવારના ભાગોમાં ઠંડી રહેવાની શકયતાઓ પણ સેવાઈ રહી છે,૨૮ જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે તેમજ ૨૮ જાન્યુઆરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પ્રદેશોમાં આવશે અને ૩૦ અને ૩૧ જાન્યુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પ્રદેશોમાં આવવાની શક્યતા રહેશે.પવનના તોફાનો સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને મેઘ ઘર્જના થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે,આ અરસામાં અને ફેબ્રુઆરી શરૂૂઆત સુધીમાં બંગાળ ઉપ સાગરમાં લો પ્રેસર સર્જાતા બંગાળ ઉપ સાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કરણે મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગો, કમોસમી વરસાદની શકયતા રહેશે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહૃાો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહૃાો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
અંબાલાલ પટેલે વધુમાં કહૃાું કે,૨૬ જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૧૮ ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા રહેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial