Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ૯ પોલીસ અધિકારી-કર્મચારીઓ સહિત
નવી દિલ્હી તા. રપઃ આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરક્ષા અને સુધાર ક્ષેત્રોના ૯૪ર રાષ્ટ્રપતિ પદકોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રજાસત્તાક દિન ર૦રપ ના અવસર પર પોલીસ, ફાયર, હોનગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના ૯૪ર કર્મચારીઓને વીરતા/સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં ૯પ જવાનોને વીરતા પદક, ૧૦૧ ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, ૭૪૬ ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે.
તે પૈકી ગુજરાતના ૯ પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે. તેમાં પોલીસ અધિકારીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડ, આઈપીએસ નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા, પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ ૯ પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. આવતીકાલે ર૬ જાન્યુઆરીના ૭૬ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને બહાદૂરી દાખવનારા નાગરિક તેમજ પોલીસકર્મી કે પછી જવાન તમામનું ચંદ્રક આપી સન્માન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસે ગુજરાતના ૯ પોલીસકર્મીઓને ચંદ્રકથી સન્માનિત કરાવનારા નામોની યાદી જાહેર થઈ ગઈ છે. જેમાં સીપી કક્ષાના ૧, એએસપી હોદ્દો ધરાવના૧, આઈજી કક્ષાના ૧ અધિકારી, આઈપીએસ કક્ષાના ર અધિકારી, ૪ કોન્સ્ટેબલ અને ર હેડ કોન્સ્ટેબલનું સન્માન કરાશે.વીરતા પુરસ્કાર મેળવનાર જવાનોના નામોમાં છત્તીસગઢના ૧૧ પોલીસકર્મીઓ, ઓડિશાના ૬, ઉત્તરપ્રદેશના ૧૭ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ૧પ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બીએસએફના ૧ જવાન, સીઆરપીએફના ૧૯, એસએસબીના ૪, અને આસામ રાઈફલ્સના ૧ જવાનને વીરતા પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ ઉત્તરપ્રદેશ ફાયર વિભાગ અને જમ્મુ-કાશ્મીર ફાયર વિભાગના ૧૬ સૈનિકોને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial