Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૫: ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી જામનગર દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન તા. ૨૭-૧-૨૦૨૫ થી તા. ૩૦-૧-૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.
શારિરીક ક્ષતિગ્રસ્ત કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધા તા.૨૭ જાન્યુઆરીના સવારે ૭:૦૦ કલાકે શ્રી સત્યસાંઈ સ્કુલમાં, વોલીબોલ, ક્રિકેટ સ્પર્ધાઓ તા.૨૮ જાન્યુઆરીના સવારે ૭:૦૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં, અંધજનો માટે ચેસ સ્પર્ધા તા. ૨૭ જાન્યુઆરીના સવારે ૭:૦૦ કલાકે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, એરોડ્રોમ રોડ, એથ્લેટીક્સ સ્પર્ધા તા.૨૮ જાન્યુઆરીના સવારે ૭:૦૦ કલાકે શ્રી સત્ય સાંઈ વિદ્યાલયમાં, માનસીક ક્ષતિગ્રસ્ત કેટેગરી માટે એથ્લેટીક્સ સ્પર્ધા તા.૨૯ જાન્યુઆરીના સવારે ૭:૦૦ કલાકે તથા ડેફ કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાઓ તા. ૩૦ જાન્યુઆરીના સવારે ૭.૦૦ વાગ્યે શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં યોજવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial