Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ લાગુઃ વૈશ્વિક અસરો પડશે
વોશિંગ્ટન તા. રપઃ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરી દેતા ઝેલેસ્કીને ઝટકો લાગ્યો છે. યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય વિકાસથી લઈને લશ્કરી સહાય સુધી અનેક બાબતોને અસર કરશે.
સત્તામાં આવ્યા પછી ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે ઘણાં દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરી દીધી છે. આ સંદર્ભમાં તેમણે યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરવાની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પનો આ નિર્ણય યુક્રેન માટે મોટો ફટકો છે. સત્તામાં આવ્યા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.
અમેરિકાએ અન્ય દેશોને અપાતી મદદ બંધ કરી છે, તેમાં ઈઝરાયેલ અને ઈજિપ્તનો આમાં સમાવેશ નથી. એટલે કે આ દેશોને અમેરિકા તરફથી મદદ મળતી રહેશે. આ પગલું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિને અનુરૂપ છે.
જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન યુક્રેનને રશિયાનો સામનો કરવા માટે અબજો ડોલરના શસ્ત્રો મળ્યા હતાં. અમેરિકન મદદને કારણે યુક્રેન ઘણા દિવસો સુધી યુદ્ધમાં રહ્યું. અમેરિકાએ ર૦ર૩ માં યુક્રેનને સહાય પૂરી પાડી હતી. ગયા વર્ષે કેટલી સહાય આપવામાં આવી હતી તેની માહિતી આ અહેવલમાં આપવામાં આવી નથી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કહ્યું કે ૮પ દિવસની અંદર તમામ વિદેશી સહાયની આંતરિક સમીક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે.
ટ્રમ્પે અમેરિકાનો કાર્યભાર સંભાળતાની સાથે જ આખી દુનિયામાં અરાજક્તા ફેલાઈ ગઈ, ટ્રમ્પ એક પછી એક જે નિર્ણયો લઈ રહ્યા છે તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેમના આ કઠિન અને મોટા નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે. તાજેતરમાં ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે કરાર કરે નહીંતર તેની ભારે કિંમત ચૂકવવા તૈયાર રહે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે જો પુતિન યુદ્ધ સમાપ્ત કરવાનો ઈનકાર કરે છે, તો રશિયા સામે પ્રતિબંધો લાદી શકાય છે.
તેમણે કહ્યું હતું કે, તેઓ યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે શક્ય તેટલી વહેલી તકે રશિયાન રાષ્ટ્રપતિ પુતિનને મળવા માંગે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુદ્ધનો અંત લાવવા માટે સોદા માટે તૈયાર છે.
અમેરિકામાં સત્તા સંભાળતાની સાથે જ ટ્રમ્પે દેશથી વિદેશ સુધીની અમેરિકન નીતિઓમાં પરિવર્તનની વાત કરી, આમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા, બાળકોની નાગરિક્તા રદ કરવા વગેરે જેવા ઘણાં નિર્ણયોનો સમાવેશ થાય છે. તેમણે ર૦ જાન્યુઆરી યુએસ પાર્લામેન્ટ કેપિટોલ હિલ માં ૪૭ મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં. માત્ર થોડા કલાકોમાં તેમણે એક જ ઝાટકે જો બાઈડેનના ઘણાં નિર્ણયો ઉથલાવી દીધા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial