Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે પરીક્ષાઃ
જામનગર તા. ૨૫: આગામી માસના અંતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ ની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવનાર છે.
જામનગર જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ ના કુલ ૨૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે આ માટે સંબંધિત વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આગામી તા. ૨૭-૨-૨૫થી ધો. ૧૦ અને ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.
જામનગરમાં ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) આશરે ૧૭૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમનાં માટે ૯ બિલ્ડીંગ અને ૮૯ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ)માં લગભગ ૮૨૪૦ વિદ્યાર્થી નોંધાયા છે. તેઓ માટે ૨૭ બિલ્ડીંગ અને ૨૭૮ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
જખયારે ધો. ૧૦ માં (ઝોન ૧૦૬ અને ૧૦૭)માં આશરે ૧૭૪૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમના માટે ૫૯ બિલ્ડીંગ અને ૫૮૦ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
આમ, જામનગર જિલ્લામાં ધો. ૧૦-૧૨માં આશરે ૨૭૪૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સમગ્ર પરીક્ષાઓ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને દરેક વર્ગ રૂમમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટી અને શિક્ષણ તંત્ર દ્વારા પરિક્ષા સંબંધિત તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial