Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ શખ્સે એક કર્મચારીને ફડાકા ઝીંકી દીધાઃ
જામનગર તા. ૨૯: લાલપુરના મોટા ખડબા ગામની સીમમાં એક કંપની દ્વારા સરકારી ખરાબામાં વીજ થાંભલા નાખવાનું કામ ચાલુ છે ત્યાં શુક્રવારે સાંજે ધસી આવેલા મોટા ખડબા ગામના પાંચેક શખ્સે કામ રોકાવી દઈ કંપનીના કર્મચારીને પતાવી દેવાની ધમકી આપવા ઉપરાંત અન્ય એક કર્મચારીને ચાર-પાંચ ફડાકા ઝીંકી લીધા હતા.
લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના સીમ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક ખાનગી કંપની દ્વારા વીજ થાંભલા નાખવાનું ત્યાં આવેલા સરકારી ખરાબામાં કામ ચાલતું હતું ત્યારે મોટા ખડબા ગામના વિશ્વરાજ જાડેજા, મીતરાજ જાડેજા, મેઘરાજ જાડેજા, સંજય જાડેજા તથા દશરથ જાડેજા નામના પાંચ શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ તે કામ કરાવતી કંપની પાસે કોઈ પેમેન્ટ લેવાનું બાકી ન હોવું નીકળતું હોવા છતાં ત્યાં કામ રોકાવી દીધું હતું અને સ્થળ પર હાજર આ કંપનીના કર્મચારી મૂળ કલ્યાણપુર તાલુકાના માલેતા ગામના વતની અને હાલમાં જામનગરમાં મયુર વાટીકામાં રહેતા વિક્રમભાઈ હરદાસભાઇ વારોતરીયાને કામ બંધ કરી દેવા માટે કહી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત ઢીકાપાટુથી માર માર્યો હતો અને ત્યાં સ્થળ પર હાજર અશ્વિન વેજાણંદભાઈ ગોજીયાને ફડાકા ઝીંકી લીધા હતા. આ બાબતની વિક્રમભાઈ વારોતરીયાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial