Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ દ્વારકામાં નૂતન ધ્વજારોહણઃ
ખંભાળસ્ીયા તા. ૨૯: વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો. હેમાંગ જોશીએ ખંભાળીયા તથા દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ખંભાળીયામાં દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમ્માં કાર્યકર્તા શિબિરનું આયોજન તેમની ઉપસ્થિતિમાં થયું હતું. જેમાં તેમણે કાર્યકરોને જનસંપર્ક વધુ અસરકારક બનાવવા તથા બુથ સશક્તિકરણ પર ભાર મૂકીને સમર્પીત કાર્યકર્તાઓના ઉત્સાહ અને શીસ્ત સેવાના ભાવને આવકાર્યો હતો. આ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, ધારાસભ્ય મૂળુભાઈ બેરા, ભાજપના મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા, રાજુભાઈ સરસીયા, કશ્યપભાઈ ડેર, અશોકભાઈ કાનાણી જોડાયા હતા.
રાજ્યસભા સાંસદ સાથે મુલાકાત
ખંભાળીયા કમલમ્ કાર્યાલયમાં ખંભાળીયામાંથી રાજ્યસભા ભાજપના સાંસદ બનેલ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાની મુલાકાત લઈને તેમના સ્વ. પિતા મેઘજીભાઈ કણઝારીયા ધારાસભ્યની સ્મૃતિ તાજી કરી હતી. દ્વારકાધીશ મંદિરે દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સ્વાગત સન્માન થયું હતું. ડો. હેમાંગ જોશી દ્વારા બેટ દ્વારકામાં દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરાયું હતું. જેમની સાથે જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા અગ્રણી રમેશભાઈ હેરમા વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial