Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.પ લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને બે વર્ષની કેદની ફટકારાઈ સજા

ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરમાં શેરબજારનું કામ કરતા એક આસામીને રૂ।.પ લાખના ચેક પરતના કેસમાં અદાલતે બે વર્ષની કેદ ફટકારવા ઉપરાંત ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યાે છે.

જામનગરમાં શેરબજારના ટ્રેડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા જતીનભાઈ મહેશભાઈ મહેતા નામના આસામીએ પોતાના ધંધા માટે રૂ।.પ લાખની જરૂર પડતા બિમલ અભેચંદ મહેતા પાસેથી તે રકમ હાથઉછીની લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. જતીન મહેતાને નોટીસ પાઠવાયા પછી તેની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આરોપી-ફરિયાદી વચ્ચે ઓળખાણ નથી, આરોપી શેરબજારનું કામ કરતા હોય તેઓએ પોતાના એકાઉન્ટમાં આપવા માટે આપેલા ચેકનો ગેરઉપયોગ કરાયો છે.

તે દલીલ સામે ફરિયાદી બિમલ અભેચંદ મહેતા તરફથી દલીલ કરાઈ હતી કે, ફરિયાદી તથા આરોપી વચ્ચે બાપદાદાના સમયથી સંબંધ છે. આરોપી ખોટો બચાવ લઈ રહ્યા છે અને તે બચાવના પ્રબળ પુરાવા રજૂ કરવા પડે અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી જતીન મહેશભાઈ મહેતાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh