Advertisement
Author: નોબત સમાચાર

ખંઢેરા પાસે ટ્રકની ટક્કરે બોલેરો પીકઅપ વાન ચઢી જતાં ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત

ટ્રકના ચાલક સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર-કાલાવડ માર્ગ પર ખંઢેરા ગામ પાસે શનિવારે સવારે બોલેરો પીકઅપ વાન સાથે ટ્રક ટકરાઈ પડતા હર્ષદપુરના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

જામનગર નજીકના હર્ષદપુર ગામમાં રહેતા નાજાભાઈ લાલાભાઈ બાંભવા (ઉ.વ.૪૨) નામના યુવાન શુક્રવારે રાત્રે પોતાની બોલેરો પીકઅપ વાન લઈને જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખંઢેરા ગામ નજીક જીજે-૦૬-એએક્સ ૨૪૩૬ નંબરના ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની બોલેરો પીકઅપને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં નાજાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ લાખાભાઈ લાલાભાઈ બાંભવાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh