Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીશ્રીને ખુલ્લા પડદે જળાભિષેક
દ્વારકા તા. ૨૯: દ્વારકાના જગતમંદિરમાં વારાદાર પૂજારીઓ દ્વારા બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભા માં નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવેલ જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષ પણ નૌકા વિહારના દર્શનાર્થે ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ દેશ વિદેશના ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી લાભ લીધો હતો. ભદ્રકાલી માતાજી મંદિર પરિસરમાં આવેલ અઘોર કુંડના પવિત્ર જલને પૂજારી પરિવાર દ્વારા ચાંદીના બેડા તથા જારીજીમાં ભરીને વાજતે ગાજતે જગતમંદિરે લાવવામાં આવ્યું હતું. જેને ગતરાત્રિના અધિવાસન કર્યા પછી નિજ મંદિર સભાખંડમાં નૌકા વિહાર (જલયાત્રા) યોજાઈ હતી. તે પહેલા સવારે ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) કરવામાં આવ્યો હતો. સવારે ૬ વાગ્યે મંગલા આરતી પછી સવારે ૮ કલાકે ઠાકોરજીનો વૈદિક મંત્રોચ્ચાર પઠન સાથે જ્યેષ્ઠાભિષેક મહોત્સ્વ યોજાયો હતો જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી અને જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ સમાન્યતઃ જ્યેષ્ઠા નક્ષત્રમાં એમ વર્ષમાં બે વખત જ શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન યોજવામાં આવતું હોય, જેનુું વિશેષ મહત્ત્વ રહેલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial