Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભજીયા-આઈસ્ક્રીમની પ્રસાદી અપાઈ
જામનગર તા. ૨૯: લાખાબાવળ ગામમાં પવિત્ર મોહરમ માસના આશૂરાના પાવન અવસરે તાજીયાની ઝુલસ કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. આ પ્રસંગે હિંદુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓએ એકસાથે હાજરી આપી હતી. ખાસ કરીને રાજપૂત સમાજ, સાધુ સમાજ તેમજ અન્ય હિંદુ ભાઈઓ દ્વારા ભજીયાની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રેમ અને સૌહાર્દ સાથે ભાગ લીધો હતો. તેમજ દલિત સમાજ દ્વારા આઈસ્ક્રીમનું આયોજન કરેલ હતું. કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા રાજપૂત સમાજ તથા અન્ય હિંદુ સમાજના તથા દલિત સમાજના આગેવાનો અને ભાઈઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાખાબાવળ ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ હિંદુમુસ્લિમ કોમી એકતા, પરસ્પર સદભાવ, ભાઈચારા અને સામાજિક સૌહાર્દનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહૃાો હતો.અલ્લાહ તઆલા સૌના દિલોમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો કાયમ રાખે તેવી ઈબાદત મુસ્લિમ બિરાદરોએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial