Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાટલામાંથી પડી ગયા હતાઃ
જામનગર તા. ૨૯: જામનગરના વાલસુરામાં આવેલા સર્વન્ટ કવાર્ટરમાં રહેતા પુત્રના ઘેર રોકાવા માટે આવેલા ગિર સોમનાથ જિલ્લાના બીમાર વૃદ્ધનું શ્વાસ લેવામાં તકલીફ થયા પછી મૃત્યુ નિપજ્યું છે. જામનગરના બેડી બંદર રોડ પર આવેલા વાલસુરા નેવી કેન્દ્રના સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહેતા કર્મચારી નરેન્દ્રભાઈ કાનજીભાઈ બેરડીયાના પિતા ૭૦ વર્ષીય કાનજીભાઈ રામજીભાઈ બેરડીયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી પુત્ર પાસે એકાદ અઠવાડિયાથી રહેવા આવ્યા હતા.
આ વૃદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી ચામડીની બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે સવારે આશરે દસેક વાગ્યે તેઓ ઘરમાં ખાટલામાંથી ઉભા થતી વખતે પડી ગયા હતા. આ વેળાએ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે કાનજીભાઈને ચકાસ્યા પછી મૃત જાહેર કર્યા હતા. આ અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈ કાનજીભાઈ બેરડીયાએ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial