Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૯: કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર જસાપર ગામ પાસે ગઈકાલે સવારે રાજકોટ તરફથી આવતા એક્ટિવા પાછળ અજાણી મોટર ટકરાઈ પડતા એક્ટિવામાં જઈ રહેલા સાળા-બનેવીને ઈજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
કાલાવડથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા જસાપર ગામ પાસેથી ગઈકાલે સવારે નવેક વાગ્યે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા દિનેશભાઈ ગોકળભાઈ અમેથીયા તથા તેમના બનેવી મોહનભાઈ જીજે-૩-કેએલ ૬૮૧૩ નંબરના એક્ટિવામાં કાલાવડ તરફ આવતા હતા.
તેઓ જ્યારે જસાપર ગામ નજીક પહોંચ્યા ત્યારે એક અજાણી મોટર પુરપાટ ઝડપે પાછળથી ધસી આવી હતી. તેના ચાલકે આગળ જતા સ્કૂટરને હડફેટે લેતા સ્કૂટર ચલાવી રહેલા દિનેશભાઈ તથા પાછળ બેસેલા મોહનભાઈ ભવાનભાઈ ગોંડલીયા ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં સાળા-બનેવીને ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી છૂટેલી મોટરના ચાલક સામે દિનેશભાઈના પુત્ર હર્ષદભાઈ અમેથીયાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial