Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયોઃ
જામનગર તા. ૨૯: લાલપુરના પીપરટોડા ગામની વગડીયા સીમમાં આવેલા સરકારી ખરાબામાંથી કરાતી ગેરકાયદે મોરમ ચોરી પકડી લેવામાં આવી છે. પોલીસ તથા ખાણખનીજના અધિકારીઓની ટીમે દરોડો પાડી ટ્રોલી સાથેના ચાર ટ્રેક્ટર તથા બે જેસીબી કબજે કર્યા છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામની સીમમાં આવેલા સરકારી ખરાબામાં ગેરકાયદે રીતે ખનીજ ખનન કરાતું હોવાની અને તેનું વહન કરાતું હોવાની બાતમી મળતા લાલપુર વિભાગના એએસપી પ્રતિભાની સૂચનાથી લાલપુરના પીઆઈ કે.એલ. ગળચર તથા પીએસઆઈ એસ.પી. ગોહિલ સહિતના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે આવેલી વગડીયા સીમ નજીક સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે મોરમની કરાતી ચોરી ઝડપાઈ ગઈ છે. સ્થળ પરથી બે જેસીબી, ટ્રોલી સાથેના ચાર ટ્રેક્ટર મળી કુલ રૂ।.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ખાણખનીજ વિભાગને સાથે રાખવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial