Advertisement
Author: નોબત સમાચાર

બાયપાસ રોડ પર મોટરમાંથી મળી ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલઃ મંગલધામ સોસાયટીમાં મકાનમાંથી ૨૮૮ ચપલા કબજે

પોલીસને જોઈ એક્ટિવા મૂકી તેનો ચાલક ફરાર, સ્કૂટરમાંથી મળી ૧૫ બોટલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના ઠેબા બાયપાસ રોડ પરથી પસાર થતી એક વેગનઆર મોટરમાં લઈ જવાતી દારૂની ૧૦૧ બોટલ પોલીસે કબજે કરી છે. ચાલક નાસી ગયો છે. જ્યારે મંગલ બાગ સોસાયટીમાં એક શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૨૮૮ ચપલા પકડી લેવામાં આવ્યા છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક શનિવારે બપોરે પેટ્રોલિંગમાં રહેલા સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે જીજે-૧૦-સીડી ૯૪૯૪ નંબરના એક્ટિવા સ્કૂટરને ઉભુ રાખવા માટે ઈશારો કર્યાે હતો. પોલીસને જોઈને તેનો ચાલક વાહન ઉભું રાખીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે સ્કૂટરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની એક બોટલ તેમજ ૧૪ ચપલાં મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો અને એક્ટિવા સ્કૂટર કબજે કરી અજાણ્યા સ્કૂટર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ તથા વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના પંચેશ્વર ટાવર રોડ પરથી ગઈરાત્રે પસાર થતાં ગુલાબનગરમાં રહેતા કૃણાલ રમેશભાઈ સવાસરીયા તથા મયુર હીરાભાઈ ભાટી નામના બે શખ્સને રોકાવી તલાશી લેતા આ શખ્સો પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

જામનગરના ઠેબા ચોકડી રોડ પરથી ગઈરાત્રે પસાર થતી જીજે-૨૩-બીડી ૯૭૩૪ નંબરની વેગનઆર મોટરને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસને જોઈને તે મોટર મૂકીને તેનો ચાલક નાસી ગયો હતો. પોલીસે તે મોટરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૦૧ બોટલ તથા મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ।.૫ લાખ ૭૧ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી લઈ મોટરના ચાલક બાળકોના સ્મશાન નજીક રહેતા આનંદ નાનજીભાઈ ભદ્રા ઉર્ફે બાડાની શોધ શરૂ કરી છે.

જામનગરના મારૂ કંસારા હોલ પાછળ આવેલી મંગલધામ સોસાયટી નજીક રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી વાડાની તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૨૮૮ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી રણજીતસિંહની ધરપકડ કરી છે.

જામનગરના ધરારનગર-ર વિસ્તારમાંથી ગઈકાલે સાંજે પોલીસે ઈરફાન જુણેજા નામના શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ કબજે કરી છે. દરોડા પહેલાં નાસી ગયેલા ઈરફાનની શોધ કરાઈ રહી છે.

જામનગરના સમર્પણ સર્કલ નજીકથી ગઈકાલે સાંજે દરેડના મસીતીયા રોડ પર રહેતા અજય ચરણગીરી ગોસ્વામી નામના શખ્સની ઈંગ્લીશ દારૂની બોટલ તથા ચપલા સાથે ધરપકડ કરી છે. કુલ છ ચપલા, મોબાઈલ, બાઈક મળી રૂ।.૫૭૭૨૧નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh