Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ પોલીસે તપાસ હાથ ધરીઃ
જામનગર તા. ૨૭: ભાણવડના મેવાસામાં વસવાટ કરતા એક વૃદ્ધાએ દસેક દિવસ પહેલાં પોતાના ઘરમાં અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા હેમીબેન હરદાસભાઈ ભીંભા નામના સીત્તેર વર્ષના વૃદ્ધાએ ગઈ તા.૧પના દિને પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ વૃદ્ધાને ભાણવડની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના જમાદાર સંદીપ ચુડાસમાએ ભાણવડ પોલીસને તેની જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial