Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ભોગાત પાસે મોટરે ગાયને હડફેટે લીધીઃ ઘવાયેલી ગાય મોતને શરણ

રોડ ક્રોસ કરતા વૃદ્ધને મોટરની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર ભોગાત ગામના ત્રણ રસ્તા પાસે ગયા બુધવારે રાત્રે એક ગાયને મોટરે ટક્કર મારી દેતા રૂ।.રપ હજારની ગાય મોતને શરણ થઈ છે. તેના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વરવાળા પાસે રોડ ક્રોસ કરતા વૃદ્ધને અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ છે.

દ્વારકાથી પોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના ત્રણ રસ્તા પાસેથી ગયા બુધવારે રાત્રે સાડા દસેક વાગ્યે ભરતભાઈ લાખાભાઈ બાબરીયા નામના આસામીની ગાય રોડ પર ચાલી જતી હતી ત્યારે જીજે-પ-આરએ ૯૮૪૨ નંબરની મોટરના ચાલકે તેને હડફેટે લીધી હતી.

મોટરની ટક્કર વાગતા ગાયને ગંભીર ઈજા થયા પછી મોતને શરણ થઈ છે. ગાયની અંતિમવિધિ કર્યા પછી ભરતભાઈએ ગઈકાલે કલ્યાણપુર પોલીસ મથકમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામની સીમમાં રહેતા નાનજીભાઈ નાથાભાઈ ઓડીચ નામના એકસઠ વર્ષના વૃદ્ધ શુક્રવારે સાંજે દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર રેલવે ફાટક પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક અજાણી મોટર તેઓને ટક્કર મારીને નાસી ગઈ હતી. પગ તથા પાંસળીમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા નાનજીભાઈને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે નાનજીભાઈની ફરિયાદ પરથી મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh