Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં વટસાવિત્રી પૂર્ણિમા પ્રસંગે પરીણિતાઓ દ્વારા વડપૂજન

૫તિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના સાથે

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં આજે જેઠ પૂર્ણિમા પર મહિલાઓએ પરંપરાગત રીતે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. સત્યવાન અને સાવિત્રીની પૌરાણિક કથા સાથે સંકળાયેલ વટ સાવિત્રી પૂનમનું વ્રત કરી પરીણિતાઓ પતિના દિર્ઘાયુષ્ય તથા સુખી દામ્પત્ય જીવનની પ્રાર્થના કરે છે. આ વ્રતમાં વડના વૃક્ષના પૂજનનું મહાત્મ્ય હોય, પરીણિતાઓ વડનું પૂજન કરે છે. શહેરમાં સત્યનારાયણ મંદિર રોડ પર શ્રી હજારેશ્વર મહાદેવ મંદિરે મહિલાઓએ વડપૂજન કર્યુ હતું. શ્રી સત્યનારાયણ મંદિર પટાંગણમાં આવેલ વિરાટ વડના વૃક્ષોનું પૂજન કરવા માટે બહોળી સંખ્યામાં પરીણિતાઓ ઉમટી હતી. બ્રાહ્મણો દ્વારા વિધિવત પરીપિણાઓને પૂજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં વડના વૃક્ષ ધરાવતા મંદિરોમાં વડપૂજન માટે ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. સવારથી બપોર સુધી વડપૂજનની પરંપરા નિભાવાઈ હતી અને ધર્મપાલન સાથે પ્રકૃતિ પૂજનનો મહિમા ચરિતાર્થ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh