Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૌદ વર્ષ પહેલાં અદાલતમાં કરાયો હતો દાવોઃ
જામનગર તા. ૬: વડોદરાના રહેવાસી અને ગુજરાતી નાટ્યલેખન સાથે સંકળાયેલા એક લેખકે મુંબઈના અભિનેતા કમ દિગ્દર્શક સામે ૧૪ વર્ષ પહેલાં અદાલતમાં દાવો કર્યા પછી હવે ફોજદારી ફરિયાદ નોંધાવી કાર્યવાહી શરૂ કરતા આ કેસમાં નવા વળાંકો જોવા મળી શકવાની શક્યતા જોવાઈ રહી છે.
વડોદરાના રહેવાસી અને ગુજરાતી નાટકજગતમાં લેખક તરીકે ગૌરવ પુરસ્કાર સહિતના એવોર્ડઝ મેળવનાર વિહંગ મહેતાએ અમે જાણીએ છીએ, તમે કોણ છો નામનું નાટક લખ્યું હતું. જે મુંબઈમાં ૧૦૦થી વધારે પ્રયોગો રજૂ થયા પછી મરાઠીમાં પણ રૂપાંતરીત કરવામાં આવ્યું હતું.
આ નાટકની સ્ટોરીની ઉઠાંતરી કરી મુંબઈના અભિનેતા કમ દિગ્દર્શક સુરેશ રાજડાએ ડાયલ રોંગ નંબર નામનું નાટક તૈયાર કર્યું હતું. જેના પ્રયોગો મુંબઈ ઉપરાંત વડોદરા તથા રાજ્યના અન્ય શહેરોમાં રજૂ થયા હતા. તેની જાણ થતાં વિહંગ મહેતાએ વડોદરાની અદાલતમાં સુરેશ રાજડા તથા અન્ય સામે કોપીરાઈટ અંગે વર્ષ ૨૦૧૨માં દાવો કર્યાે હતો.
દાવા અંતર્ગત મનાઈહુકમ અપાયો હતો. તે પછી વિહંગ મહેતાએ વડોદરામાં સુરેશ રાજડા સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરતા સુરેશ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિહંગ મહેતા તરફથી વકીલ ગૌરવ પંડ્યા, નીધિ ભટ્ટ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial