Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૭૭ ટકાઃ રાત્રિના થોડી ઠંડકઃ
જામનગર તા. ૬: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૭.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૭ ટકા રહ્યું હતું. આકરા તાપ અને બફારાના બેવડા મારથી જનજીવન અકળાય ગયું છે. રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા નગરજનોએ રાહત અનુભવી હતી.
જામનગરમાં એપ્રિલ માસના અંતિમ સપ્તાહથી ઉનાળાએ આક્રમક રૂપ ધારણ કરી લીધું હતું, જે આજે પણ યથાવત્ છે. એકંદરે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીથી વધુ રહેતા અસહ્ય ગરમી પડી રહી છે.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૭.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો, અને લઘુતમ તાપમાન અડધા ડીગ્રીના વધારા સાથે ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીને પાર કરી જતા ગઈકાલે પણ ગરમી યથાવત્ રહી હતી.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૭ ટકા રહ્યું હતું. આકરા તાપ અને બફારાના બેવડા મારથી જનજીવન અકળાઈ ગયું હતું. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો રેબઝેબ થઈ ગયા હતાં. બપોરના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial