Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૩,૩૩,૪૦૦ ચૂકવવા થયો હુકમઃ
જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ હેલ્થ પોલિસી મેળવ્યા પછી વીમા કંપનીએ સારવારનો ખર્ચ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ ચૂકવી આપવા આદેશ કર્યાે છે.
જામનગરના મંથનભાઈ મહેશભાઈ પાડલીયા નામના આસામીએ સ્ટાર હેલ્થ એન્ડ એલોઈડ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી હેલ્થ પોલિસી મેળવી રૂ।.૩૧ હજારથી વધુનું પ્રિમિયમ ચૂકતે કર્યું હતું. તે દરમિયાન મંથનભાઈના માતાને બીમારીના કારણસર રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશન કરાવવા પડ્યા હતા. તેમાં રૂ।.૩,૩૩,૪૦૦નો ખર્ચ થયો હતો. તેનો ક્લેઈમ કરાતા વીમા કંપનીએ ક્લેઈમ ચૂકવ્યો ન હતો તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ બે મહિનામાં ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, સતિષ નકુમ, એસ.એચ. જાડેજા, એન. એચ. જાદવ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial