Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં નિરાધાર ગાયોના આશ્રય સ્થાનરૂપ 'રામનાથ ગૌશાળા'

દરરોજ નિરાધાર ગાયોને ૪૦ મણ લીલો ચારોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. પઃ ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં ચાલીસેક વર્ષ પહેલા તે સમયના પ્રૌઢ આગેવાનો ધર્મેન્દ્રભાઈ આચાર્ય, બાબુભાઈ સોની, લાભુભાઈ જાની, વિઠલાણી અદા, વનુ અદા મોદી, હરિભાઈ જોષી વિગેરેના મનમાં વિચાર આવ્યો કે રામનાથ સોસાયટીમાં મહાદેવ વાડો આવેલો છે, જ્યાં મહાદેવના પ્રાચીન મંદિર છે. અહીં ગૌશાળા શરૂ કરીયે અને દાતાઓના દાનથી ચરો નાખીને હલાવીયે.

આ વિચાર અમલમાં આવ્યો અને ત્યાં ગૌશાળા રામનાથ ગૌશાળા બની જ્યાં રોજ બે સમય સવાર-સાંજ ચરો નંખાતો. ધીરે ધીરે નિરાધાર રખડતી ગાયોનું આ આશ્રય સ્થાન બની ગયું. નજીકમાં ઢગલાબંધ વૃક્ષોનો છાંયડો, વિશાળ મેદાન તથા છાંયડાવાળો પીવાના પાણીનો અવેડો જ્યાં નિયમિત ચોખું પાણી મળે અને આસપાસનો શાંત વિસ્તાર આ વૃદ્ધો દ્વારા ફાળો કરીને તથા ગૌશાળા લાભાર્થે સપ્તાહ જેવા ધાર્મિક કાર્યો પણ થતા. ધીરે ધીરે આ વૃદ્ધોએ એક પછી એક વિદાય લીધી, છતાં હાલ હિતેન્દ્રભાઈ આચાર્ય, ગુલાબભાઈ પરમાર, હરિભાઈ જોષી દ્વારા આ ગૌસેવાની જ્યોત ચાલુ રખાઈ છે. વિશાળ જગ્યામાં ઘાસ સંગ્રહની વ્યવસ્થા સાથે રોજ બે સમય ગૌચરો તથા અવેડામાં પાણી ભરાય છે તથા આસપાસ કૂતરાથી ઘાયલ કે નબળી ગૌમાતાને શરણ અપાય છે. સરકારની કોઈ મદદ કે ગ્રાન્ટ લીધા વગર ચાલતી આ સંસ્થાનો શુદ્ધ હેતુ સેવાની ભાવના જોઈને રોજ સવાર-સાંજ ૩૦-૪૦ મણ લીલો ચરો નિરાધાર ગાયોને પડે છે તથા રોજ બે-ચાર મણ ચરો લોહાણા, સોની દાતાઓ નાખી જાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh