Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનું ધો. ૧૦ નું ૮પ.૦૮ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૮૦.ર૮ ટકા પરિણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયું પરિણામ વેબસાઈટ પર મૂકાયું

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધો. ૧૦ ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. સમગ્ર બોર્ડનું ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર થયું છે, જે બોર્ડની વેબસાઈટ પર મૂકાયું છે.

જામનગર જિલ્લાનું ૮પ.૦૮ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૮૦.ર૮ ટકા પરિણામ જાહેર થયું છે. જામનગરની ૩૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ર૬ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તેવી જ રીતે બન્ને જિલ્લાની એક-એક શાળાનું પરિણામ દસ ટકાથી ઓછું જાહેર થયું છે.

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત્ ફેબ્રુઆરી, માર્ચ-ર૦ર૬ માં લેવામાં આવેલી ધો. ૧૦ ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ૭,૬૯,૯૯૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં તેમાંથી ૭,પ૬,૩૯ર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતાં, જેમાંથી ૬,૩૪,૭ર૭ વિદ્યાર્થીઓ પાસ થતા ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર થયું છે.

સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર મુન ખોસલા (જિ. દાહોદ) ૩૩.૭૪ ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદાને ૯૦.૮પ ટકા, ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પંચમહાલ ૭૬.૪ર ટકા, રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૧૬૯૭, ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૧૬૪, અને શૂન્ય ટકા પરિણામ ધરાવતા શાળાની સંખ્યા ૩૯ છે.

જામનગર જિલ્લો

જામનગર જિલ્લામાં ૧૪,૪૪૩ વિદ્યાર્થીમાંથી ૧૪,ર૩ર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં જેમાંથી એ-૧ મા ૯૪૮, એ-ર મા ર૧૦ર, બી-૧ મા ર૬૩૬, બી-ર મા ર૭ર૦, સી-૧ મા ર૩૯૯, સી-ર મા ૧રરપ, ડી મા ૭૯, વગેરે મળી કુલ ૧ર,૧૦૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા ૮પ.૦૮ ટકા પરિણામ આવ્યું છે. જામનગરમાં ૧૦ ટકાથી ઓછું પરિણામવાળી ૧, ૧ર થી ર૦ ટકાવાળી શૂન્ય, ર૧ થી ૩૦ ટકાવાળી પાંચ, ૩૧ થી ૪૦ ટકામાં ૪, ૪૧ થી પ૦ ટકામાં ૧૬, પ૧ થી ૬૦ ટકામાં ર૩, ૬૧ થી ૭૦ ટકામાં રપ, ૭૧ થી ૮૦ ટકામાં ૪૪, ૮૧ થી ૯૦ ટકામાં ૭૮ અને ૧૦૦ ટકાવાળી ૩૮ શાળાનો સમાવેશ થયો છે. આમ જામનગર જિલ્લાનું ૮ર.૩૧ ટકા પરિણામ જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી ૧, ૧૦૦ ટકાવાળી ૩૮ અને ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૪ ની છે.

કેન્દ્રવાઈસ પરિણામ જોઈએ તો જામનગર જિલ્લામાં ધ્રોળનું ૯૩ ટકા, જામજોધપુરનું ૮૬.૦૮ ટકા, જામનગર શહેરનું ૮૩.પ૬ ટકા, જામનગર (દિગ્વિજય) ૮૬.૬પ ટકા, કાલાવડનું ૮ર.૦૯ ટકા, જોડિયાનું ૯૧.૯ ટકા, લાલપુરનું ૭૬ ટકા, સિક્કાનું ૬૭.૦પ ટકા અને જાબુંડાનું ૮૩.રર ટકા પરિણામ આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ જોઈએ તો ૭૭૧પ વિદ્યાર્થી નોંધાયા હતાં તેમાંથી ૭પ૯૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમાં એ-૧ મા ર૬૦, એ-ર મા ૯૧ર, બી-૧ મા ૧રપપ, બી-ર મા ૧પ૧૦, સી-૧ મા ૧૪રર, સી-ર મા ૭૦૦, ડી મા રપ, ઈ-૧ મા ૯૩૬, ઈ-ર મા પ૬૧ મળી કુલ ૬૦૯૪ વિદ્યાર્થીઓ પાસ થતા ૮૦.ર૮ ટકા પરિણામ આવ્યું છે. ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી એક, ૧૧ થી ર૦ ટકાવાળી ર, ર૧ થી ૩૦ ટકા ધરાવતી ૩, ૩૧ થી ૪૦ વચ્ચેની ૪, ૪૧ થી પ૦ વાળી ૧ર, પ૧ થી ૬૦ વાળી ૧૧, ૬૧ થી ૭૦ વાળી ૬, ૭૧ થી ૮૦ વાળી ર૮, ૮૧ થી ૯૦ વાળી ૩પ, ૯૧ થી ૯૯ વાળી ૪૦ અને ૧૦૦ ટકા પરિણામવાળી ર૬ શાળાનો સમાવેશ થાય છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૮૦.ર૮ ટકા પરિણામ જાહેર થયું છે.

શૂન્ય ટકા પરિણામ ધરાવતી એક, ૧૦૦ ટકા પરિણામવાળી ર૬, અને ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી ૪ શાળાનો સમાવેશ થાય છે.

કેન્દ્ર વાઈસ પરિણામ જોઈએ તો ભાણવડનું ૮૭.૬૧ ટકા, દ્વારકાનું ૬પ.૦ર ટકા, જામરાવલનું ૭ર.૪૮ ટકા, ખંભાળિયાનું ૮પ.રર ટકા, મીઠાપુરનું ૬૧.૭પ ટકા, ભાટિયાનું ૮૯.પર ટકા, કલ્યાણપુરનું ૮૦.૧૯ ટકા અને નંદાણાનું ૭પ.૯૭ ટકા પરિણામ આવ્યું છે.

એકંદરે ઊંચુ પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh