Advertisement
Author: નોબત સમાચાર

યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ રૂ।.૭.૬પ લાખનો મુદ્દામાલ ઝબ્બે

એલસીબીએ આરોપીની પૂછપરછ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના યાદવનગરમાં ગયા સપ્તાહે વોટર પાર્ક ફરવા ગયેલા એક પરિવારના રહેણાંકમાં સોનાની વીટી સહિત રૂ।.૮ લાખ ૬૦ હજારની મત્તા ચોરાઈ ગઈ હતી. તેની તપાસમાં એલસીબીએ સોનાની વીટી તથા રૂ।.૭ લાખ ૩પ હજાર રોકડા સાથે દિગ્જામ સર્કલ નજીકના બાવરીવાસમાં રહેતા શખ્સને પકડી પાડ્યો છે. રૂ।.૭,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના યાદવનગર વિસ્તારમાં વસવાટ કરતા નારણભાઈ હમીરભાઈ કંડોરીયા નામના વેપારી ગયા સપ્તાહમાં પોતાના પરિવાર સાથે વોટર પાર્ક ફરવા જવા માટે નીકળ્યા હતા. તેઓની ગેરહાજરીમાં સવારના ૯ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી બંધ પડેલા મકાનમાં દરવાજાના તાળા તોડી ચોરી કરી લેવાઈ હતી.

સાંજે પરત ફરેલા નારણભાઈને ચોરીની જાણ થતાં તેઓએ મકાનમાં તપાસ કરતા એક કબાટમાં તિજોરીમાંથી રૂ।.૮ લાખ ૩૦ હજાર તથા રૂ।.૩૦ હજારની સોનાની વીટી ચોરાઈ ગયાનું જણાઈ આવ્યું હતું. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ ચાલી રહી હતી. જેમાં એલસીબીના ભરત ડાંગર, અરજણભાઈ, કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહ, મયુદ્દીન સૈયદને બાતમી મળી હતી.

તે બાતમીના આધારે દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા સન્ની જેસીંગ કોળી નામના બાવરી શખ્સની અટકાયત કરાઈ હતી. દિગ્જામ સર્કલ નજીક ઓવરબ્રિજ નીચેથી આ શખ્સ રૂ।.૭ લાખ ૩પ હજાર રોકડા તથા સોનાની વીટી સાથે ઝડપાઈ ગયો હતો. કુલ રૂ।.૭ લાખ ૬પ હજારનો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી આરોપીની અટકાયત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh