Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લંગર, કવ્વાલી, તકરીર, મજલીસ, સામાજિક સમરસતાના કાર્યક્રમોઃ
જોડીયા તા. ૬: જોડિયામાં ગામધણી હઝરત ગુલાબશાહ વલીઅલ્લાહ અને હઝરત પીર મહંમદશાહ પીરનો જશ્ને ઉર્ષ મુબારક ધામધૂમથી ઉજવાશે.
જામનગર જિલ્લાના જોડિયામાં આ વર્ષે પણ હઝરત ગુલાબશાહ વલીઅલ્લાહના પવિત્ર જશ્ને ઉર્ષ મુબારકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઉર્ષ મુબારકના કાર્યક્રમોની શરૂઆત તા. ૧૧ મે ૨૦૨૬ના રાત્રે ઇશાની નમાઝ બાદ ખાસ ધાર્મિક મજલીસથી કરવામાં આવશે. આ મજલીસમાં જાણીતા વક્તા આશિફમીયા બાપુ તથા અશરફમીયા બાપુ (જેતપુર વાળા) પોતાના વક્તવ્ય દ્વારા દીની માર્ગદર્શન અને ઇસ્લામી શિક્ષણ પર પ્રકાશ પાડશે. આ ઉપરાંત ખાસ મુકરિર તરીકે ખલીફા-એ-હુઝુર કાયદે મિલ્લત હાફિઝ ફૈઝુલ હસન તકરીર ફરમાવી ઉપસ્થિત લોકોને દીન, ઇમાન, એકતા અને સમાજસેવાનો સંદેશ આપશે.
તા. ૧૨ મે ૨૦૨૬ ના સાંજે ૬ વાગ્યે સામાજિક સમરસતાના સંદેશ સાથે આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના લોકો માટે લંગર અને પ્રસાદીની વિશેષ વ્યવસ્થા રાખેલ છે.
તે જ દિવસે રાત્રે ૧૦ વાગ્યે વિશેષ કવ્વાલી કાર્યક્રમ યોજાશે, જેમાં હિંદુસ્તાનના લોકપ્રિય કવ્વાલ આમીલ આરિફ સાબરી અને શૌકત અલી સાબરી વચ્ચે કવ્વાલીનો જોરદાર મુકાબલો યોજાશે.
ઉર્ષ સમિતિ દ્વારા જણાવાયું છે કે આ ઉર્ષ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ તે સમાજમાં પ્રેમ, એકતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપતો એક પવિત્ર પ્રસંગ છે. વર્ષોથી આ ઉર્ષ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહૃાો છે, જેમાં બંને સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે છે.
આ ઉર્ષમાં ભાગ લેવા વહાણવટી સુન્ની મુસ્લિમ જમાત મોટાવાસના પ્રમુખ અકબર પટેલ, એડવોકેટ હાજીમામદ બારૈયા (તાલુકા પંચાયત સદસ્ય) તેમજ ગુલાબશાહ પીર ઉર્ષ કમિટી અનવર સાઈચા, જોડિયા પંચાયત સરપંચ બાવલાભાઈ નોતિયાર દ્વારા સર્વ સમાજના લોકોને ૫ધારવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial