Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સિદ્ધિઃ
ખભાળીયા તા. ૫: દેવભૂમિ દ્વારકા ભલે છેવાડાનો જિલ્લો હોય, પણ છેવાડાના જિલ્લામાં પણ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, મધુબેન ભટ્ટ, એજ્યુ. ઈન્સ્પેકટર સવદાસ માડમ તથા તેમની ટીમ, જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ વી.ડી. ગોજીયા તથા તેમની ટીમ તથા શિક્ષક સંઘોના હોદ્દેદારોની ટીમના સંકલનથી જાહેર થયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના પરિણામમાં ૩૮ જિલ્લાઓમાં ૧૧મુ સ્થાન છેવાડાના આ દ્વારકા જિલ્લાએ પ્રાપ્ત કરીને અનોખી સિદ્ધિ સાથે સફળતા મેળવી છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં તો જામનગરથી પણ આગળ નીકળી ગયેલ છે. ૯૫.૨૭ ટકા રીઝલ્ટ આવ્યું છે. જે દ્વારકા જિલ્લો અમદાવાદ, જામનગર, ખેડા, જુનાગઢ સહિત અનેક જિલ્લાઓથી આગળ છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલ ૨૦૨૬ની ધો. ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં પણ એક પણ ગેરરીતિ કે કોપીકેસ વગર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ સંપન્ન થવાની કાર્યવાહી પ્રશંસનિય રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial