Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં નેત્ર નિદાન, દંતયજ્ઞ, ફીઝીયોથેરાપી કેમ્પ

તૃતીય પાટોત્સવ પ્રસંગે નિઃશુલ્ક કાર્યઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૬: દ્વારકાના શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં તૃતિય પાટોત્સવ પ્રસંગે તા. ૮ તથા તા. ૯ મે (શુક્ર-શનિ)ના વિવિધ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૮ના નિઃશુલ્ક નેત્રયજ્ઞ જેમાં શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટની ટીમ સેવા આપશે અને મોતીયાના નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવશે તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણ જેમાં આધુનિક મશીનથી નંબર ચેક કરીને ચશ્માનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત તા. ૯ના ડેન્ટલ જેમાં દાંતના નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ કરી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે તથા નિઃશુલ્ક ફીઝીયોથેરાપી અને હોમીયોપેથી સારવાર કેમ્પ પણ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા જનતાને અનુરોધ છે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ગોકાણી, દિલીપભાઈ કોટેચા, ઈશ્વરભાઈ ઝાખરીયા, હસમુખભાઈ કાનાણીનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh