Advertisement
Author: નોબત સમાચાર

પેટમાં બળતરા ઉપડ્યા પછી ચક્કર આવતા પડી ગયેલા જામનગરના યુવાનનું મૃત્યુ

બીમારીથી પીડાતા વૃદ્ધ પર કાળનો કોળીયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરના એક યુવાનને પેટમાં બળતરા થયા પછી ચક્કર આવી જતાં તેઓ બેશુદ્ધ બની ગયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ટીબીની બીમારીથી પીડાતા એક પરપ્રાંતીય પ્રૌઢ મોતને શરણ થયા છે.

જામનગરના બાલાજી પાર્ક-રમાં વસવાટ કરતા અર્જુનભાઈ રસીકભાઈ રાઠોડ (ઉ.વ.રર) નામના યુવાનને ગયા બુધવારે પેટમાં બળતરા ઉપડવા ઉપરાંત ચક્કર આવી જતા તેઓ પોતાના ઘરમાં ઢળી પડ્યા હતા. સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટા ભાઈ રવિ રાઠોડે પોલીસને જાણ કરી છે.

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં વસવાટ કરતા મૂળ તામીલનાડુના તિરૂનેલવેલના વતની એન્ટોની જયસીલન એન્ટોની મુથ્થુ (ઉ.વ.૬૩) નામના વૃદ્ધને ટીબીની બીમારી લાગુ પડી હતી. તેઓને સારવાર માટે ગઈ તા.ર૬ના દિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનુું મૃત્યુ થયાનું પ્રકાશભાઈ શંકરલાલ નથવાણીએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh