Advertisement
Author: નોબત સમાચાર

ગાયનેકમાં સીડી પાસે નવજાત શિશુ ત્યજનાર માતા સામે ગુન્હો

આરએમઓનંુ નિવેદન નોંધાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરની જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ સ્થિત બિનવપરાશી સીડી પાસેથી ગઈકાલે સવારે તાજુ જન્મેલુ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ બાબતે પોલીસે ઈન્ચાર્જ આરએમઓનું નિવેદન નોંધી આ બાળકને જન્મ આપી ત્યાં ત્યજી દેનાર માતા સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલની પાછળના ભાગમાં ગાયનેક વિભાગમાં વપરાશમાં ન રહેલી એક સીડી પાસેથી ગઈકાલે સવારે તાજુ જ જન્મેલુ એક બાળક મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યું હતું તેની પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ ધસી આવી હતી.

આ બાળકને કોઈ અજાણી માતાએ જન્મ આપ્યા પછી સીડી પાસે ત્યજી દીધાની વિગતો બહાર આવ્યા પછી જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ડો. તારીક વાય. બ્લોચે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh