Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના સોયલથી નથુવડલા વચ્ચે બાઈક સાથે મોટરની ટક્કરઃ પિતા-પુત્ર ઘવાયા

એસટી ડેપો સામે યુવાનને સ્કૂટરની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના ગુરૂદ્વારા રોડ પર બે મહિના પહેલાં રિક્ષા સાથે મોટર ટકરાઈ પડતા રિક્ષાચાલક ઘવાયા હતા. જ્યારે ગઈકાલે બપોરે એસટી ડેપો સામે સેવકધુણીયાના યુવાનને એક સ્કૂટરે હડફેટે લીધો હતો અને ધ્રોલના સોયલ ગામથી નથુવડલા વચ્ચે બાઈક સાથે મોટર ટકરાઈ પડતા પિતા-પુત્ર ઘવાયા છે.

જામનગરના ગાંધીનગર નજીક મચ્છરનગર પાસે શાસ્ત્રીનગરમાં રહેતા કિરીટ સિંહ રણજીતસિંહ જાડેજા ગઈ તા.૩૧ મેની સવારે ગુરૂદ્વારા રોડ પરથી જીજે-૪ એયુ ૧૦૩૩ નંબરની રિક્ષા લઈને જતા હતા ત્યારે જીજે-૧૬-બીજી ૪૦૫૦ નંબરની મોટર અથડાઈ પડી હતી. રિક્ષામાં નુકસાન થવા ઉપરાંત કિરીટસિંહને માથામાં ઈજા થઈ હતી. તેઓએ મોટરના ચાલક અક્ષર રફાળીયા સામે ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના સેવક ધુણીયા ગામમાં રહેતા જયવીરસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા નામના યુવાન ગઈકાલે બપોરે સાતરસ્તા રોડ પર એસટી ડેપો સામેથી જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએમ ૨૩૨૪ નંબરનું સ્કૂટર ટકરાઈ પડ્યું હતું. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા જયવીરસિંહને સારવારમાં ખસેડાયા છે. તેમના પિતા મહેન્દ્રસિંહ મંગળસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે.

ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામના વતની અને હાલમાં ધ્રોલમાં રહેતા લાલજીભાઈ શામજીભાઈ ચીકાણી અને તેમનો પુત્ર યોગેશ ગઈ તા.ર૯ની બપોરે જીજે-૩ એએચ ૪૭૮૯ નંબરના બાઈકમાં નથુવડલા ગામ તરફ જતા રોડ પરથી પસાર થતા હતા ત્યારે જીજે-૩-સીઆર ૯૪૨૦ નંબરની મોટર સામેથી દોડી આવી હતી. તેના ચાલકે અકસ્માત સર્જતા લાલજીભાઈને બે ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે યોગેશભાઈને પણ ઈજા થઈ છે. ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh