Advertisement
Author: નોબત સમાચાર

અગાઉની માથાકૂટનો ખાર રાખી ઢીંચડા રોડ પરથી ચાર શખ્સે યુવાનનું મોટરમાં અપહરણઃ

છરી, પાઈપ, ઢીકાપાટુથી માર મરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના અંધાશ્રમ પાસે રહેતા એક યુવાને મોટરમાં ટેપ ધીમુ વગાડવાનું કહ્યા પછી થયેલી બોલાચાલીનો ખાર રાખી ગઈકાલે સાંજે ઢીંચડા રોડ પર આ યુવાન પર ચાર શખ્સે છરી, પાઈપથી હુમલો કરી માર મારવા ઉપરાંત મોટરમાં અપહરણ કર્યાની ફરિયાદ કરાઈ છે.

જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા હનુમાન ચોકમાં રહેતા જીતેન્દ્ર દિનેશભાઈ મકવાણા ઉર્ફે જીત (ઉ.વ.૧૮) નામના યુવાને પાંચેક દિવસ પહેલાં પોતાની મોટરમાં મોટા અવાજે ટેપ વગાડતા ભરત મેર નામના શખ્સને ટેપ ધીમુ વગાડવાનું કહ્યું હતુંં. આ વેળાએ ભરતે ગાળો ભાંડી હતી.

ત્યારપછી ગઈકાલે સાંજે ઢીંચડા રોડ પર એક ગેરેજમાં જીતેન્દ્ર પોતાના મિત્રની રીપેરીંગમાં આપેલી મોટર લેવા માટે ત્યાં ગયો ત્યારે ધસી આવેલા ભરત મેર તેમજ અનિલ મેર, ધવલ ગુઢકા, મેંદીયા વાઘેર નામના ચાર શખ્સે તેને રોકી લઈ મોટરની ચાવી બળજબરીથી પડાવી લેવા ઉપરાંત ભરતે છરી બતાવી પૈસાની માગણી કરી હતી. પૈસા આપવાની ના પડાતા ચારેય શખ્સે જીતેન્દ્ર પર છરીથી હુમલો કર્યાે હતો. જેમાં ભરતે વીંઝેલી છરીથી જીતેન્દ્રને કાંડામાં ઈજા થઈ હતી અને ધવલે પાઈપ ફટકારતા અને બાકીના બે આરોપીએ ઢીકાપાટુથી માર મારી પછાડયો હતો.

તે ઉપરાંત ચારેય શખ્સે બળજબરીથી જીતેન્દ્રને એક મોટરમાં બેસાડી અપહરણ કરી લીધુ હતું. તેની ચુંગાલમાંથી છૂટ્યા પછી ગઈરાત્રે સિટી સી ડિવિઝનમાં જીતેન્દ્ર દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભરત તથા અનિલ મેર, ધવલ ગુઢકા, મેંદીયા વાઘેર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh