Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પાટીયા પાસે સ્કૂટરમાંથી ચાર બોટલ કબજેઃ
જામનગર તા. ૧૫: જામનગરના બેડીબંદર રીંગ રોડ પર એક સ્કૂટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને પકડી પાડયો છે. સિક્કા પાટીયા પાસેથી સ્કૂટરમાં લઈ જવાતી દારૂની ચાર બોટલ કબજે કરાઈ છે. ઝડપાયેલા શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે. ઉપરાંત ડીફેન્સ કોલોની રોડ પરથી નશાની હાલતમાં મોટર ચલાવતા શખ્સ પાસેથી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા છે.
જામનગરના બેડીબંદર સાથે જોડાયેલા રીંગરોડ પર ગઈકાલે રાત્રે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જીજે-૧૦ ઈજી ૧૦૧૪ નંબરના જ્યુ પીટર સ્કૂટરને શકના આધારે રોકવામાં આવ્યું હતું.
આ સ્કૂટરની તલાશી લેવાતા તેની ડેકીમાંથી વ્હીસ્કીની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા રૂ।.૩૦ હજારનું સ્કૂટર કબજે કરી ગાંધીનગરની શેરી નં.૩માં રહેતા વિજય મુકેશભાઈ એરડીયાની ધરપકડ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર સિક્કા પાટીયા નજીક ગઈકાલે બપોરે પસાર થતાં એક્સેસ સ્કૂટરને પેટ્રોલીંગમાં રહેલા મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકાવી તેના પર જઈ રહેલા જામનગરની વંડાફળીમાં રહેતા રાહુલ અશોકભાઈ રાઠોડ નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૭ર હજારનો મુદ્દામાલ કબજે કરી રાહુલ રાઠોડની ધરપકડ કરી છે. આ શખ્સે નવાગામ ઘેડમાં રહેતા સિદ્ધરાજસિંહ પાસેથી બોટલ લીધાની કબૂલાત આપી છે. બંને સામે ગુન્હો નોંધાયો છે.
જામનગરની ડીફેન્સ કોલોની રોડ પરથી ગઈરાત્રે અઢી વાગ્યે પસાર થતી જીજે-૧-આરએક્સ ૨૮૭૭ નંબરની મોટર સર્પાકારે દોડી જતી જોવા મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે તે મોટર રોકાવી તેના ચાલક ખોડિયાર કોલોની નજીક હાઉસીંગ બોર્ડમાં રહેતા જય હરીશભાઈ હિન્દુજાની તલાશી લેતા આ શખ્સ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું અને મોટરમાંથી ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા પણ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.ર લાખની આઈ-ર૦ મોટર તથા ત્રણ ચપલા કબજે કરી જયની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial