Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાનોને એ.આઈ. સ્કીલીંગ, ઓનલાઈન કોચીંગ, સ્પોર્ટસ ટેલેન્ટ હંટ, ૬(જી) મીશન, ૫ નવા ન્યુકલીયર રિએકટર ડેટા-સેમિ-કન્ડકર સહિત દસ જાહેરાતો
નવી દિલ્હી તા. ૧૫: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લ્હેરાવીને પ્રાચીન પરત કરેલા સંબોધન દરમિયાન દસ જેટલી મહત્ત્વની જાહેરાત અને સપ્તધારા કોન્સેપ્ટ સાથે વિકસિત ભારતનો રોડમેપ રજૂ કર્યો હતો અને ભારતે મેળવેલી સિદ્ધિઓની વિસ્તૃત રીતે વર્ણવીને પાકિસ્તાનનું નામ લીધા વગર સીમાપાર આતંકવાદ તથા નકસલવાદના ઉલ્લેખ સાથે સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત વધી રહી હોવાનું જણાવી દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.
ભારત આજે તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહૃાો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ધ્વજવંદન પછી સંબોધન કર્યુ હતું. આ વર્ષનો સમારોહ રાષ્ટ્રીય ગીત 'વંદે માતમ્ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ થીમ પર આયોજિત કરાયો હતો.
પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ખાતરની કોઈ અછત નથી તેવું સ્પષ્ટ આશ્વાસન આપ્યું છે. તેમણે કહૃાું કે અમુક લોકો છે જેમને ફક્ત ડરાવવામાં મજા આવે છે. પરંતુ ૨૦૧૪ બાદના ૧૨ વર્ષોમાં જે યોજના તૈયાર કરવામાં આવી છે તેનાથી દેશ કોઈ પણ સંકટનો સામનો કરવા હંમેશાં તૈયાર રહે છે. યુરિયાનો ભાવ દુનિયામાં ૩૦૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે પણ અમે આજે પણ દેશના ખેડૂતોને ૩૦૦ રૂપિયામાં આપી રહૃાા છીએ. પેટ્રોલ-ડીઝલના અમુક દેશો વેપનાઈઝ કરી રહૃાા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે ૧૦ મોટી જાહેરાતો કરી હતી. વડાપ્રધાને દેશને આત્મ નિર્ભર અને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના સેકટર્સને આવરી લઈને વિકસિત ભારતનો મહત્ત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કરેલી ૧૦ મુખ્ય જાહેરાતોમાં આગામી એક વર્ષમાં દેશના ૧ કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની તાલીમ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગ વ્યવસ્થા. વર્ષ ૨૦૩૬ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગામડાઓ અને શહેરોમાંથી ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે સ્પોર્ટસ ટેલેન્ટ હન્ટ ચલાવશે, જેમને વિશ્વસ્તરીય કોચિંગ. ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે આગમી ૧-૨ વર્ષથી લઈને ૭-૮ વર્ષના સમયગાળામાં ૫ થી ૮ નવા સેમિકન્ડકટર પ્લાન્ટ્સની સ્થાપના. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૬(જી) ટેકનોલોજીના વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવા અને ૬(જી) સેવાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય. ૧૦૦જીડબલ્યુ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય ભારત ૨૦૪૭ સુધીમાં ૧૦૦ ગિગાવાટ ન્યુકિલયર એનર્જી ક્ષમતા. આગામી ૬ થી ૭ વર્ષની અંદર દેશમાં ૫ નવા પરમાણુ (ન્યુકિલયર) રિએકટર. આધુનિક સુરક્ષા જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમને આધુનિક ટ્રેનિંગ અને વધુ ક્ષમતાઓ સાથે મજબુત કરવી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓની ભાગીદારી વધારીને ભારતને ગ્લોબલ સ્પોર્ટસ હબ તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરવો. અને સેમિકન્ડકટર અને ટેકનોલોજી આધારી ઈલેકટ્રોનિક તથા મેડિકલ સાધનોનું ઉત્પાદન ભારતમાં જ વધારી નિકાસને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે.
આ સાથે જ વડાપ્રધાને સપ્તધારાની સાત શકિતઓને જોડીને એક નવા જ સ્વરૂપની ગતિશીલતાનો કોન્સેપ્ટ પણ સમજાવ્યો હતો.
પીએમ મોદીએ ઉમેર્યું કે, ઈન્ટરનેટ યુઝર્સ લગભગ ૪ ગણા અને ઈન્ટરનેટ કન્ઝ્યુમર્સ આશરે ૫૦ ગણા વધ્યા છે. આ સિવાય પેટન્ટ ગ્રાન્ટ થવાની સંખ્યા ૪ ગણી વધી છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ૧૦૦ ગણો વધારો થયો છે. સામાન્ય માનવીની સુવિધા માટે પણ એટલી જ ગંભીરતાથી કામ કરવામાં આવ્યું છે. દર વર્ષે સરેરાશ ૧૫ ગણી ઝડપથી નળથી જળ કનેક્શન આપવામાં આવ્યા, ૬ ગણી ઝડપથી ગેસ કનેક્શન અપાયા, ૪ ગણી ઝડપથી શૌચાલય અને ૩ ગણી ઝડપથી ગરીબોને ઘર આપવાનું કામ થયું છે. દેશના ગવર્નન્સમાં મોટા બદલાવ લાવીને સેંકડો જૂના કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે.
પીએમએ વધુમાં જણાવ્યું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ બધી ઝડપ, વિસ્તાર અને સિદ્ધિઓ આઝાદી પછી પહેલીવાર છેલ્લા એક દાયકામાં જોવા મળી છે. જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય અને દેશવાસીઓનું સામર્થ્ય પ્રગટ થતું હોય, ત્યારે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનવાનો આપણો સંકલ્પ ક્યારેય અધૂરો રહી શકે નહીં. આ તમામ આંકડાઓ સાક્ષી આપે છે કે દેશ ઝડપથી આગળ વધી રહૃાો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ ૪ ગણું વધ્યું છે, ખાલી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન આશરે ૫ ગણું થયું છે, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ લગભગ ૭ ગણું વધ્યું છે, આધુનિક રેલવે કોચનું નિર્માણ ૨૧ ગણું વધ્યું છે અને મોબાઈલ ફોનનું ઉત્પાદન ૩૩ ગણું વધ્યું છે. આટલું જ નહીં, આધુનિક યુગમાં ડિજિટલ અને ઈનોવેશનની દુનિયામાં પણ ભારતે પોતાનો ડંકો વગાડ્યો છે.
લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૮૦મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટા સ્વપ્નો અને ઊંચા સંકલ્પો સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે દેશ નાના સ્વપ્નોથી ચાલે તેમ નથી, કારણ કે મોટા સ્વપ્નો આપણી વિચારસરણીને વિસ્તાર આપે છે અને દ્રઢ સંકલ્પો વિકટ પરિસ્થિતિઓ વચ્ચેથી પણ માર્ગ કાઢવાનું સામર્થ્ય પૂરું પાડે છે. જ્યારે આપણા લક્ષ્યો અને પ્રયાસોની ઊંચાઈ વધશે ત્યારે જ આપણે સમર્થ અને મહાન ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતાં કહૃાું કે દેશને પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનાવીશું. ૫ નવા રિએક્ટર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય પર અમે આગળ વધી રહૃાા છીએ.
સ્વતંત્રતા દિવસના પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હિંસા અને અરાજકતા ફેલાવતી માનસિકતા સામે લાલ આંખ કરી હતી. તેમણે જણાવ્યું કે જંગલોમાંથી સશસ્ત્ર નક્સલવાદ અને માઓવાદી હિંસા હવે અંતિમ શ્વાસ લઈ રહી છે, પરંતુ તેની જગ્યાએ હવે શહેરો, શિક્ષણ સંસ્થાઓ અને બૌદ્ધિક મંચો પર સક્રિય 'દિમાગી નક્સલ' જેવા વિચારધારાત્મક તત્વો હાવી થવા મથી રહૃાા છે. ભૂતકાળમાં 'અર્બન નક્સલ' શબ્દનો પ્રયોગ કરનાર પીએમ મોદીએ આ વખતે દેશવાસીઓને આહ્વાન કર્યું કે, સીધી બંદૂક ઉઠાવ્યા વિના દેશમાં અસંતોષ, ભ્રમ અને અરાજકતા ઊભી કરવાની તકની શોધમાં રહેતા આ 'દિમાગી નક્સલીઓ'ને સમયસર ઓળખીને સમાજમાંથી તદ્દન અલગ-થલગ કરવા જરૂરી છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે દેશની નીતિઓ અને સરકારી સમિતિઓમાં દાયકાઓથી પેઠ બનાવી બેઠેલી આ માઓવાદી વિચારધારાએ યુવા પેઢીના ભવિષ્યને નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં દેશના વિવિધ મુદ્દાઓ અને આંદોલનોના નામે સોશિયલ મીડિયા કે રસ્તાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને ઝુંબેશો પાછળ આવી જ વિચારધારા દેશને જાતિ, ભાષા અને ક્ષેત્રના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત અને સુરક્ષિત ભારત બનાવવા માટે દેશના યુવાનોને આવી ગેરમાર્ગે દોરનારી વિચારધારાઓથી દૂર રાખી રાષ્ટ્રનિર્માણની મુખ્યધારા સાથે જોડવા અત્યંત અનિવાર્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial