Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા તથા તેના પતિ સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૧૫: જામનગરના વામ્બે આવાસ આઠ માળીયામાં એક મહિલાના ઘરે ત્રણેક દિવસ પહેલાં મોબાઈલ નંબર લેવા ગયેલા એક યુવાનને ઘરમાં પુરી તે મહિલા તથા તેના પતિએ મારકૂટ કર્યા પછી રૂ।.૭૦ હજાર માંગતા આ યુવાને જાનથી મારી નાખવાની ધમકીથી ડરી રૂ।.૭૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગાંધીનગર નજીકના મોમાઈનગરમાં વસવાટ કરતા મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના રામપર ગામના રબારી ગિરીશભાઈ હીરાભાઈ પઢારીયા (ઉ.વ.૩૩) નામના યુવાન ગયા મંગળવારે વહેલી સવારે ચારેક વાગ્યે વુલન મીલ રોડ પર આવેલા વામ્બે આવાસના આઠ માળીયામાં છઠ્ઠા માળે ગયા હતા.
ત્યાં વસવાટ કરતા ગુડ્ડી ફિરોઝભાઈ મકવાણા નામના મહિલાને દિનેશભાઈ ઓળખતા હોય તેના ઘરે મોબાઈલ નંબર લેવા માટે તેઓ ગયા હતા. ઘરમાં જતાં જ ગુડ્ડીએ દરવાજો બંધ કરી દીધો હતો અને અંદરના રૂમમાંથી પતિ ફિરોઝ મકરાણીને બોલાવ્યો હતો તે પછી બંને વ્યક્તિએ ઢીકાપાટુ વડે દિનેશભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત રૂ।.૭૦ હજારની માગણી કરી હતી.
ઉપરોક્ત બનાવ બનતા હેબતાયેલા દિનેેશે પોતાના યુપીઆઈ આઈડીમાંથી ફોન પે મારફત રૂ।.૭૦ હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારપછી ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈએ તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુડ્ડી ફિરોઝ તથા ફિરોઝ મકરાણી સામે બીએનએસની કલમ ૩૦૮ (ર), ૩૦૮ (૪), ૩૦૮ (પ), ૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.