Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'જિન શાસનની ખુમારી-રાષ્ટ્ર સેવા અમારી' વિષય પર
જામનગર તા. ૧પઃ જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ આરાધના ભુવન ટ્રસ્ટ દ્વારા આરાધના ભવન (શ્રાવક) ઉપાશ્રયે ચાલુ વર્ષે ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મૂનિ શ્રી ચંદ્રશેખર મ.સા.ના સંઘારાના પ.પૂ. દિવ્યપદ્મવિજયજી મ.સા. તથા પ.પૂ. આ.ભ. હેમવલ્લભસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ દેવર્ષિવલ્લભવિજયજી મ.સા. બિરાજમાન છે.
દર રવિવારે અલગ અલગ વિષય પર પ.પૂ. મુનિ દેવર્ષિવલ્લભવિજયજી મ.સા. વ્યાખ્યાન (પ્રવચન) આપે છે. તા. ૧૬-૮-૨૬ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન 'જિન શાસનની ખુમારી-રાષ્ટ્ર સેવા અમારી' વિષય પર પ્રવચન આપશે. શાસનદારને રાષ્ટ્રદાઝની ભાવનાઓને જાણીએ એવી સત્ય ઘટના કે પ્રાયઃ કયારેય ન સાંભળી હોય, જેનાથી રાષ્ટ્રપ્રેમ અને શાસનની ખુમારી પેદા થાય. રવિવારના જાહેર પ્રવચનમાં જૈન-જૈનતરો ભાગ લઈ શકશે. સમસ્ત જામનગરના યુવક-યુવતીઓને આ પ્રવચનનો લાભ લેવા જણાવાયું છે. દરરોજ સવારે ૭:૩૦ થી ૮:૩૦ દરમ્યાન વ્યાખ્યાન યોજાય છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial