Advertisement
Author: નોબત સમાચાર

દાગીના ઘરે બતાવવા જવાનું કહી સાડા સાત લાખના દાગીના ઓળવી જવાયા!

કાલાવડના એક શખ્સ સામે પોલીસમાં રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: કાલાવડમાં સોના-ચાંદીના ઘરેણાની દુકાન ચલાવતા એક વેપારી પાસેથી ત્રણેક સપ્તાહ પહેલાં ગ્રાહક બનીને આવેલા એક શખ્સે સોનાના ત્રણ ચેઈન અને એક બ્રેસલેટ ઘરે પત્નીને બતાવવા લઈ જવા છે તેમ કહી પ૧ ગ્રામથી વધુ વજનના રૂ।.૭,૫૯,૫૩૦ની કિંમતના દાગીના લઈ જઈ પરત નહી કરી ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

કાલાવડ શહેરમાં જૂના ગ્રેઈન માર્કેટ રોડ પર શ્રીજી જવેલર્સ નામની સોનાચાંદીની દુકાન ચલાવતા રાજકોટના મિતેશભાઈ ગિરીશભાઈ કડેચા નામના વેપારી ગઈ તા.૧૭ની બપોરે પોતાની દુકાનમાં હાજર હતા ત્યારે કાલાવડના ભગવતીપરામાં રહેતા સાગર મહેતા ત્યાં આવ્યા હતા.

આ શખ્સે સોનાના દાગીના ખરીદવાના છે તેમ વાત કર્યા પછી સોનાનો દસ ગ્રામથી વધુ વજનનો એક ચેન તેમજ ૧પ ગ્રામથી વધુ વજનનો બીજો ચેઈન અને દસ ગ્રામથી વધુ વજનનો ત્રીજો ચેઈન તેમજ ચૌદ ગ્રામથી વધુ વજનનું સોનાનું બ્રેસલેટ જોયું હતું અને આ ચારેય દાગીના ઘરે લઈ જઈ પોતાના પત્નીને બતાવવા છે તેમ કહ્યું હતું.

આ શખ્સ પર વિશ્વાસ રાખી વેપારી મિતેશભાઈ કડેચાએ કુલ પ૧ ગ્રામ અને ૩૨૦ મીલીગ્રામ વજનના રૂ।. ૭,૫૯,૫૩૦ના દાગીના ઘરે લઈ જવા માટે આપ્યા હતા. ત્યાંથી જોઈને પરત આપવાની બદલે સાગર મહેતાએ તે દાગીના ઓળવી જઈ છેતરપિંડી કરતા આખરે ગઈકાલે મિતેશભાઈએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૮ (૪) (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh