Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં ઉજવાયુ જિલ્લાકક્ષાનુ સ્વાતંત્ર્યપર્વઃ કલેકટરના હસ્તે ધ્વજવંદન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયાઃ દેશભકિતનો માહોલ છવાયો

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૫: જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જામખંભાળિયામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી થઈ હતી, જયારે દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી, વૃક્ષારોપણ સ્વચ્છતા અને જળસંચયનો સંદેશ આપતા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યુ હતું કે, રોજિંદા જીવનમાં વીજળી, પાણી, પેટ્રોલિયમ જેવા સંસાધનોનો સંયમિત અને કરકસર પૂર્વક ઉપયોગએ આપણો નાગરિક ધર્મ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામખંભાળિયામાં કરવામાં આવી હતી. કલેકટરે ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સંપૂર્ણ 'વંદે માતરમ્' નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની હ્ય્દયપૂર્વક શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, આજનો દિવસ એ આપણા દેશને આઝાદી અપાવનારા અનેક નામી, અનામી શહીદોને સ્મરણ કરવાનો અવસર છે. આ શહીદોના ત્યાગ અને બલિદાનને પરિણામે આજે આપણે સૌ મહામૂલી આઝાદીના મુક્ત વાતાવરણમાં જીવી રહૃાા છીએ.  આજનો દિવસ માત્ર શહીદોને સ્મરણ કરવાનો નહીં પરંતુ આપણી જવાબદારીઓ તેમજ ફરજો નિભાવવા અને મહામૂલી આઝાદીનું જતન કરવા માટેનો સંદેશ આપતો અવસર  છે.

કલેકટરે દ્વારકાધીશની પાવન ભૂમિ પરથી જિલ્લાના પ્રજાજનોને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા બદલ  શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યની વિકાસગાથામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહૃાો છે તેમ જણાવતા કલેકટરે કહૃાું કે, પ્રવાસન ક્ષેત્રે આપણો જિલ્લો પહેલેથી જ અગ્રેસર રહૃાો છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સુદર્શન સેતુનું નિર્માણ થતા દ્વારકા આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમજ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ આજે પ્રવાસીઓની પસંદગી પાત્ર સ્થળોમાં મોખરાનું સ્થાન પામ્યો છે. તેમજ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, હરસિદ્ધિ માતા મંદિર, ઘુમલી, કિલેશ્વર મહાદેવ સહિત અનેક તીર્થ તથા પર્યટન સ્થળોને પરિણામે પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને એમાં પણ હવે ગુજરાતની શાન અને અસ્મિતાનું પ્રતીક સમા એશિયાઈ સિંહોએ  બરડા ડુંગરને પોતાના દ્વિતીય  નિવાસસ્થાન પર પરત ફર્યા છે જે જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ હર્ષભેર કલેકટરે જણાવ્યું હતું.

હાલના સમયમાં વીજળીએ આપણી રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે ત્યારે મારો સૌ જિલ્લાવાસીઓને અનુરોધ છે કે આપણે સૌ જ્યારે જરૂર હોય ત્યારે જ વીજ વપરાશ કરીએ અને બિનજરુરી વીજ વપરાશ ટાળીએ. ઉપરાંત, વીજળી સાથે પાણીના સંગ્રહ અને કરકસરપૂર્વક ઉપયોગનો આગ્રહ રાખીએ.  ૮૦માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે  વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સંદેશ આપતા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતાં. જેમાં રાધા કૃષ્ણ ફ્યુઝન, કસુંબીનો રંગ, પિરામીડ, દાંડી માર્ચ, સાંસ્કૃતિક ગરબા સહિતની કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

પરેડમાં એન.સી.સી. પુરૂષ પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, પોલીસ પુરૂષ પ્લાટુન, પોલીસ મહિલા પ્લાટુન, એસ.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. મહીલા પ્લાટુન એમ કુલ ૬ પ્લાટુન જોડાઈ હતી.

જિલ્લાના વિકાસ કાર્યોને વેગવંતુ બનાવવા જિલ્લા કલેકટરશ્રીએ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા આયોજન અધિકારીને આપવા આવ્યો હતો.

ઉપરાંત જિલ્લાના વિવિધ ક્ષેત્રો જેવા કે પોલીસ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિભાગના કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મહાનુભાવોએ  વૃક્ષારોપણ કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની મોહનલાલ મોદીના પરિવારજનનું સન્માન શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના અવસરે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, અગ્રણી મયુરભાઈ ગઢવી, પ્રતાપભાઇ પિંડારિયા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત  સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિધાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh